________________ અને સંવરમાં રહીને જેનો ભોગવટો કરવાનો હતો તેન કર્યો અને પર પુદ્ગલનો ભોગવટો કરીને એમાં તૃપ્તિનો આભાસ કર્યો. આત્માના ગુણોનો ભોગવટોન કર્યો. આ પશ્ચાતાપ કરતાં અપૂર્વપશ્ચાતાપની તીવધારા ચાલી-કર્મોની નિર્જરા અને કેવળજ્ઞાન થયું. સમ્યગ્દર્શનનો પરિણામ નિર્મળ થયો તેથી જ્ઞાન વિશુદ્ધ થયું માટે ચારિત્રનો પરિણામ આવ્યો અને પશ્ચાતાપ થયો - જેવો પરિણામ તે પ્રમાણે વીર્યપ્રવર્તે છે. પશ્ચાતાપ અનુબંધોને તોડવાનું અને કર્મોની નિર્જરા કરવાનું કાર્ય શરૂ કરી દે છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયોનો ક્ષયોપશમ થવાથી ચારિત્રનો પરિણામ થાય છે. વિવિધ ઈચ્છાનો પરિણામ લોભ મોહનીયના ઉદયથી થાય છે. | માટે પોતાના ગુણોને બદલે પર-વસ્તુના ભોગવટાની ઈચ્છા કરે છે તેથી લોભ મોહનીયના ક્ષયોપશમથી, ક્ષયથી તપનો પરિણામ થાય છે. તપના બે પરિણામઃ (1) પુદ્ગલના ભોગની ઈચ્છા રોકવી (2) પોતાના ગુણોના ભોગવટામાં તૃપ્તિ અનુભવે અને તે વખતે એને કોઈપણ ઈચ્છાનો પરિણામ થાય જ નહી. આત્મા પૂર્ણ તૃતિનો અનુભવ કરે. માટે સિદ્ધ ભગવંતો સદાય તપમાં તરબોળ છે. પરમ તૃતિને અનુભવે છે. - સાધુનું સુખવિરતીનાં પરિણામથી વૃદ્ધી પામતું જાય-મોહનો પરિણામ ઘટતો જ જાય. તેનું જે આત્મસુખ વધે છે તેની આ વાત છે. દેવલોકમાં શાતાનું સુખ વધુ, ઉપર - ઉપરના દેવલોકમાં પ્રશસ્ત સામગ્રી વધારે અર્થાત્ અવધિજ્ઞાન, શુભલેશ્યા, રૂપાદિ પ્રશસ્ત વધતા જાય જ્યારે વિષય - કષાય પરિગ્રહ ઘટતા જાય છે. તેમ તેમ શાતા વેદનીય નું સુખ વધારે હોય છે. ઉપર - ઉપરના દેવલોકમાં કાયા નાની અને સુખ વધારે હોય છે. વિતરાગતા વધે તેમ તેમ સુખ વધે: વીતરાગતા વધતી જાય તેમ તેમ સુખ વધતું જાય પણ આવું કોને જ્ઞાનસાર || 94