________________ અને તો જ ક્રિયા યોગ ટળી જાય. દ્રવ્ય એગુણનો આધાર છે અને ગુણના પર્યાયો ભિન્ન ભિન્ન હોઈ શકે ચારિત્રગુણ સિદ્ધોમાં પણ રહેલો છે તે “અવિનાભાવિ' અર્થાત્ સદા સાથે રહેનાર પરિણામિક ભાવે - તે ગુણો આઘાપાછા થવાના નથી. ગુણો સ્થિર થઈ ગયા છે. પાંચ લબ્ધિઓ -દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય અને ચારિત્રનો ગુણ પણ તેઓમાં ક્ષાયિક ભાવે છે. ચારિત્ર ગુણ એ આત્માનો અરૂપી પરિણામ છે. સદા સાથે રહે છે જે ૧૨મે છે તે જસિદ્ધમાં રહેલું છે. 12 મે ક્ષીણ મોહ યથાખ્યાત ચારિત્ર છે. 11 મે ઉપશમ યથાખ્યાત ચારિત્ર છે. 11 મે અને 12 મે ગુણઠાણે વિશુદ્ધિમાં ભેદ પડે છે. 11 મે મોહ ઉદયમાં નથી પણ સત્તામાં છે એનો ભેદ પડે છે. 12 મે કર્મક્ષયથી જે પરિણામ પ્રગટે છે તે જ પરિણામ સિદ્ધમાં રહેવાનો માટે સિદ્ધમાં નિશ્ચયથી ચારિત્ર છે. ચારિત્ર કઈ રીતે પ્રગટ થાય? તત્ત્વની શ્રદ્ધા પ્રથમ થવી જોઈએ. આત્મા એ દ્રવ્ય છે એવો “આસ્તિક્ય” ગુણ પ્રથમ પ્રગટ થવો જોઈએ. આ ન થાય ત્યાં સુધી માત્રદ્રવ્ય - ચારિત્ર જ રહેશે જે અવિના આત્માને પણ હોય છે. આત્માનું અસ્તિત્વ સ્વીકાર્યા વિના સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થાય નહી. તત્ત્વાર્થ - સુત્રમાં પણ “તત્ત્વાર્થ શ્રદ્ધાનું સમ્યગ્દર્શનમ્” એમ કહ્યું છે. શ્રદ્ધા વિનાનું જ્ઞાન સમ્યગુ ના બને. પહેલા જ્ઞાન અને દર્શન ગુણ પ્રગટ થાય તો જ ચારિત્રના પરિણામ પ્રગટ થાય તે આનંદ સ્વરૂપે પ્રગટ થાય છે. પશ્ચાતાપ એ તપ નો પરિણામ છે માટે અત્યંતર તપ પશ્ચાતાપથી શરૂ થઈ જાય છે. ચારિત્ર પછીનો પરીણામ એ પશ્ચાતાપ નો પરિણામ છે એ જ તપ છે. મૃગાવતીને કેવળજ્ઞાન કઈ રીતે થયું? ચારિત્રના પરિણામમાં હતા તેમાં અલના થઈગુરુણીજીને દુઃખી કર્યા તેથી પશ્ચાતાપનો ભાવ આવ્યો તેથી નિર્જરા થઈ અને કેવળજ્ઞાન થયું. ભરત મહારાજાએ પોતે આટલો કાળ આશ્રવમાં રહ્યા એનો પશ્ચાતાપ જ્ઞાનસાર // 93