________________ થાય? તીવ્ર સંવેગવાળાને ઘટે - મંદ સંવેગવાળાને નહીં. તીવ્ર સંવેગ - તીવ્ર મોક્ષનો અભિલાષ સત્તાગત પોતાનામાં રહેલા જે ગુણો છે તેને પામવાનો અને તેને અનુભવવાનો તીવ્ર અભિલાષ છે અને જેને છોડવાનું છે તેનાથી જલ્દીથી છુટાય તેવો પણ અભિલાષ તીવ્ર છે અને પ્રવૃત્તિ પણ તેવી જ હોય. છઠ્ઠા સુધી અભિલાષા અને પ્રવૃત્તિ બંને હોય છે. ૭મેને ૧૨મે ગુણઠાણે જે પ્રગટ થાય છે તે સિદ્ધમાં પણ હોય છે ત્યાં વ્યવહારથી ચારિત્ર નથી પણ નિશ્ચયથી છે કારણ એ આત્માનો ગુણ છે અને ગુણ કદી દ્રવ્યથી (આત્માથી) જુદા પડતા નથી અને વર્યાન્તરાયના ક્ષયથી દાનાદિ પાંચ લબ્ધિ પણ સિદ્ધના જીવમાં ઘટે છે. પ્રભુએ પ્રથમ સંવત્સરી દાન કર્યું, પછી અભયદાન કર્યું અને પછી જે આત્માનું નહતું તેવા તમામ પુદ્ગલોનો ત્યાગ કર્યો, ત્યારે તે સિદ્ધ બન્યા. દાન અર્થાત્ ત્યાગ ત્યારે જ કહેવાય કે તે આપ્યા પછી ગ્રહણ કરવાનો ભાવ જ ના હોય. દાન કર્યું માટે લાભ થયો - પારકી વસ્તુ પોતે છોડી દીધી. એના પરનું માલિકીપણું બધું જ છોડી દીધું માટે એને પોતાનુ જે હતું તેનો લાભ થયો. જેનો લાભ થયો તેવા જ્ઞાનાદિ ગુણોનો ભોગ અને ચારિત્ર ગુણનો ઉપભોગ કરે છે અને વીર્ય આત્માના તમામ ગુણોમાં પ્રવર્તમાન થાય આમ નિરંતર પરિણામ ચાલ્યા જ કરે છે.ગુરુ શિષ્યને ભણાવે તેમાં શિષ્ય જેટલું ગ્રહણ કરે તેટલો તેને લાભ થાય પણ ગુરુને તો પોતાને લાભ થઈ જ રહ્યો છે. આમ કરતાં કરતાં જ્ઞાન એવી રીતે પરીણામ પામી જાય કે હવે એક પણ ગ્રંથ વાંચવાની જરૂરિયાત જ ન રહે-પોટલા બાંધવાની જરૂર જ નહી. કેવળજ્ઞાન જ પામી જાય. જ્ઞાનની સ્પર્શના પોતાને કેટલી થઈ તે સ્વયં વિચારવાનું છે. નહીંતર મોહરાજા બેઠો જ છે. ધનની ચિંતાની પાછળ આત્માના ધનની ચિંતા ન કરી અને દુર્લભ એવો મનુષ્ય ભવ હારી ગયા અને ભવભ્રમણ વધાર્યુ. * પ્રતિમાધારી શ્રાવક કરતા એકદિવસના પર્યાયવાળો સાધુ મહાન શા માટે? 12 વ્રતધારી શ્રાવક: પડિમા વહન કરનાર શ્રાવક કરતાં પણ એક જ્ઞાનસાર // 95