________________ અનુષ્ઠાનનો અંશથી સ્વિકાર છે. 6 હે સર્વથી વચન અનુષ્ઠાનનો સ્વીકાર છે. પછી આગળ અસંગ અનુષ્ઠાન આવે. જે ગુરુને સમર્પિત થયો તેને ત્યારથી જ સીધી નિર્વિકલ્પ સાધના શરૂ થઈ ગઈ. ભણીગણીને આવે પણ તે સમર્પિત નહીં થઈ શકે તો તે પોતાની બુદ્ધિ લગાડશે. એટલે ગુરુનું નહી માને એટલે એનું પતન શક્ય છે. 0 સાધુને ક્રિયા રૂપ વ્યવહાર શા માટે? અનાદિકાલિન વિષયાદિ અસત્ પ્રવૃત્તિમાંથી બહાર નીકળવા માટે સત્ ક્રિયાની જરૂર છે તેમ જ સર્વજ્ઞના શાસનમાં જે વ્યવહારો મૂક્યા છે તે રહસ્યોથી ભરેલા છે. મિથ્યાત્વના ઉદયથી માર્ગ સમજાતો નથી તે કંઈક ઉંધી દિશામાં જશે. પણ જેના પર દિવ્યકૃપા દેવ-ગુરુની હોય, લઘુકર્મી હોય તે પરમાત્માના વચનનો સંદર્ભપકડી શકે. આવો જે આત્મા સર્વવિરતિ ગ્રહણ કરે તે જ સમયથી જ્ઞાન વૃદ્ધિ પામતું જાય તેમ તેમ આનંદની વૃદ્ધિ થતી જાય. તેજોલેશ્યા વધતી જાય 4 થે ગુણઠાણે આત્મા અને શરીરનું ભેદજ્ઞાન થાય. પ-મેહવે એનો અનુભવ કરવાનો છે. સામાયિકના ખડકલાં જ કર્યા તત્વ પરિચયમાં પોતાના આત્માનો - સ્વજનની જેમ આત્મ-પરિચય કરવાનો હતો પણ એ ન કર્યું અને સ્વજન ને મારાપણાથી સ્વિકારી રાગદશા વધારી માટે સમતાને બદલે અકળામણ જ વધી. આત્માને ઓળખશો તો સમાધિની શરૂઆત થઈ જશે. જેમ ચારિત્રપર્યાય વધે તેમ સાધુનું સુખ અનુત્તરવાસી દેવના સુખને ઓળંગી જાયઃ ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામી પરમાત્માને નિગ્રંથ સાધુને કેવું સુખ હોય તે પ્રશ્ન પૂછે છે. પ્રભુ ઉત્તર આપે છે, "હે ગૌતમ! મુનીનું સુખ દેવો કરતા અધિક જ હોય છે. જ્ઞાનસાર // 97