________________ આત્મ રમણતા અર્થાત્ જ્ઞાનનું સ્વમાં પરિણમન અને પરમાં જાય તો ભ્રમણતા. જ્ઞાનના પરિણામથી જ મન સ્થિર થાય અને પરમાં જાય તો વિકલ્પ ધારા ચાલુ થાય.મનનો ખોરાક મોહ છે, હકીકતમાં મન એ જ્ઞાનનું સાધન છે. 14 રાજલોકમાં નિમિત્ત ન હોય એવુંનબને સિદ્ધ અને કેવલિને પણ નિમિત્ત છે. “નિમિત્ત એ જોય છે” સાધુએ નિમિત્ત માં રહીને “સ્વ” માં રહેવાનું છે. જે ‘તત્ત્વથી જ સમજે તે પોતાનામાં જ રમે'-પરનો સંબંધ બાંધે નહીં એ આત્મતત્ત્વ જ છે. આત્મ ગુણોને જવેદ માટે યોગમાં રહીને પણ અયોગી બને. ઓદયિક ભાવનું સુખ - તીર્થંકરનું સૌથી શ્રેષ્ઠ છે. (કર્મના ઉદયથી મળે માટે ઔદયિક ભાવનું સુખ.) બીજા નંબરે સર્વાર્થસિદ્ધના દેવોનું સુખ ત્યાં વીતરાગપ્રાયઃ છે. દેશવિરતિના પરિણામ ત્યાં નથી કારણ ભોગવલી કર્મ નિકાચિત છે. એક હાથનું શરીર સર્વ દેવોમાં સૌથી રૂપવાન 33 હજાર વર્ષે માત્ર એક વખત આહારની ઈચ્છા થાય ૩૩૫ખવાડિયે એક વખત શ્વાચ્છોશ્વાસ કરે અને 33 સાગરોપમના આયુષ્ય દરમ્યાન માત્ર 16 સાગરોપમ પસાર થયે એક વખત પડખું ફેરવે અને ર૫૬ મોતીઓના અથડાવવાથી દિવ્ય-સંગીતનાટકો પ્રવર્તે તેમાં ઉદાસીન ભાવે રહેતા તત્ત્વ રમણીયતામાં કાળ પસાર કરે પણ પ્રાપ્ત સુખને છોડી ન શકે. ચારિત્રના સુખના અનુભવ માટે આત્માને તત્ત્વ સંવેદન જ્ઞાનની જરૂર પડે છે. કોઈની પણ અપેક્ષા વિના અર્થાત્ જરૂર પડે તો અપેક્ષાને ભાંગવી પડે. - સાધુ અને અનુત્તરવાસી દેવના સુખમાં શું તફાવત હોય? 1 વર્ષના પર્યાયવાળા સાધુ અનુત્તરવાસીદેવના સુખને પણ ઓળંગી જાય. (ક્યારે બને?) સાધુ ખાવાને પાપ માને, જ્યારે અનુત્તરના દેવને 33 હજાર વર્ષ સુધી ખાવાનું દુઃખ નથી એમ સાધુને પણ ખાવાની ઈચ્છા ન હોય. અનુત્તરમાં શ્વાસોશ્વાસ ૩૩૫ખવાડિયેને પડખું ફેરવવાનું ૧દાસાગરોપમે. આ બધુ સુખ છે. પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે એ એનો ત્યાગ નથી કરી શકતા. પચ્ચકખ્ખાણ લઈ શકતા નથી. તેમજ શ્વાસોચ્છવાસ વગર ક્ષણભર જ્ઞાનસાર || 88