________________ મળેલાંનો આનંદ ને ન મળેલાંનો પશ્ચાતાપ, પણ ખિન્નતા ન હોવી જોઈએ. જે મુનિ સાવધાન ન હોય તો તેને ધર્મના બહાને પણ રાગ વધે સ્વાધ્યાયમાં ગાથાના આંકડાની વૃધ્ધિથી આનંદ પામે પણ જ્ઞાનનાં ઉપયોગમાં ન રમે'તો પ્રમાદ. સાધુએ ત્રિવિધ ત્રિવિધ સર્વ પાપનો ત્યાગ કર્યો છે જ્યારે શ્રાવકને અનુમોદનનું પાપ ચાલુ છે માટે જ “દુવિહં- તિવિહેણ પચ્ચખાણ છે તેથી સાધના અખંડરૂપે નહીં થાય. જ્યારે સાધુ ને ખંડિત થવાનું નિમિત્ત નથી. શ્રાવકો નિમિત્ત પકડીને બેઠા છે માટે એનો ધર્મ વિરતા વિરત (ધર્માધમ)કહેવાય. કહ્યું છે. શ્રાવકની બેઘડી, ૪પ્રહર કે ૮પ્રહરની પણ વિરતિ ખંડવાળી છતાં અન્ય સંન્યાસીઓ કરતાં શ્રાવકને ઉંચા કહ્યા કારણ કે શ્રાવકે સર્વજ્ઞની આજ્ઞાનો સ્વિકાર કર્યો છે. ધન પરિવાર વિગેરે હોવા છતાં તેને હેય માને છે અને સંન્યાસીએ ત્યાગ કર્યો હોવા છતાં બીજા પાસે હોવામાં હેય માનતા નથી એટલે જ્ઞાનથી શ્રાવકોને ઉંચા કહ્યા છે. અર્થાત્ માન્યતા શુધ્ધ છે. સર્વની સર્વ વાત પૂર્ણ શ્રદ્ધાપૂર્વક માને જ્યારે મિથ્યાદષ્ટિ સંન્યાસી સર્વ વાત ન માને. મિથ્યાત્વ ગયા વિના ગમે તેટલો તપત્યાગાદિ હોવા છતાં આત્માનો ગુણસ્થાનક વિકાસ ન થાય. સાધુ છઠ્ઠાથી સીધા ૧૪માં ગુણઠાણાને પણ ઓળંગી જાય પણ એનો કાળ અંતર્મુહુર્ત માત્ર પ્રમાણ છે. દરેક ગુણસ્થાકની મર્યાદા છે માટે મોક્ષના સુખને મેળવવા માટે ગુણસ્થાનકને વટાવવા પડે અને ગુણાતીત બનવું પડે અને મોક્ષનું સુખ કાળાતીત છે મર્યાદા નથી આદિ-અનંતકાળ છે. જીવ દીક્ષાની શરુઆત દાનથી કરે. આત્મા સ્વભાવથી નિર્ભય છે પણ મોહને લીધે ભયભીત છે. માટે મોહનું દાન કરવાનું છે હવે મોહમાં પણ કોનું દાન કરવાનું છે? મિથ્યાત્વ અને માનનું દાન કરવાનું છે. (4) આકિચન્યઃ બાહ્ય ને અત્યંતર બે પ્રકારનો પરિગ્રહ તે કાંઈ પાસેન જ્ઞાનસાર/૮૬