________________ મોહથી આવૃત્ત છે. આથી મોહનીય કર્મને દૂર કરવા વ્યવહારચારિત્રનું સર્વજ્ઞોએવિધાન કરેલ છે. સમતાના લક્ષ પૂર્વક વ્યવહારચારિત્રનું પાલન થાય તો સમતારૂપ ચારિત્ર ગુણ આત્મામાં પ્રગટ થાય. (1) તત્ત્વ શ્રદ્ધાઃ વિતરાગની વાણી પર નિર્વિકલ્પ શ્રદ્ધા-આના વિના આગળનું કાંઈ નહીં આવે સમ્યગુજ્ઞાનઃ આવી અપૂર્વશ્રદ્ધા લાવવા માટે સમ્યગૂ જ્ઞાન જરૂરી છે અને એના માટે સમ્યગ્રુત જરૂરી છે જે પરમાત્માએ કહ્યું તે શ્રત. આપણી આર્યસંસ્કૃતિ શું હતી? ગુરુ પાસે જઈને એની સેવા-વૈયાવચ્ચ ને એમના કાર્યો કરવા પછી લાયકાત મુજબ ગુરુ એને જ્ઞાન આપે. માષતુષ મુનિને ગુરુએ માત્ર બે જ શબ્દ આપ્યાં પણ એમાં જ આગમનો સંપૂર્ણ સાર આપી દીધો, તમામ મંત્રો આપી દીધા બસ આજ ગુરુની ગુરુતા છે. અત્યંતર તપ એ જ મુખ્ય છે અને આનંદદશા પ્રગટાવવા માટે છે. તેથી જ પ્રથમ પ્રાયશ્ચિત, પછી વિનય - વૈયાવચ્ચ ત્યાર પછી સ્વાધ્યાય મુક્યો. (3) પૂર્ણાનંદ પ્રાપ્તિની ઝંખના પૂર્ણાનંદની અનુભૂતિની ઈચ્છાથી પ્રગટ થતો સાધક ભાવ -પશ્ચાતાપ નો પરિણામ થાય. પૂર્ણ આનંદની અનુભૂતિની ઈચ્છા થશે તે સાધન - સાધના - સાધ્યથી શક્ય બનશે. સાધન તરીકે પાંચ ઈન્દ્રિયાદિ ૧૦દ્રવ્યપ્રાણમાં પ્રગટ થયેલા પભાવ પ્રાણો (પાંચ જ્ઞાનાદિગુણ)નું જોડાણ થાય તો તે સાધના શુધ્ધ થાય અર્થાત્ તે સાધના ફળ રૂપે જ્ઞાનાદિ ગુણની રક્ષા–વૃધ્ધિ થાય. સૌ પ્રથમ સમ્યગ્દર્શન ગુણ ક્ષાયિક ભાવને પામે છે - પૂર્ણતાને પામે છે પછી ચારિત્ર પ્રાપ્ત થાય છે. અર્થાત્ વિતરાગતા પ્રગટ થાય જે કેવળજ્ઞાનનાં અંશરૂપ મતિ -શ્રત છે તે કેવળજ્ઞાન રૂપે પૂર્ણતાને પામે. તમામ આરાધનામાં “સાધ્યની પૂર્ણતાનું લક્ષ જરુરી.જ્યાં સુધી સાધ્ય પૂર્ણપ્રાપ્ત ન થાય. એનામાં પ્રાપ્તિની ઝંખના-ધારા ચાલુ રહે. અંશમાં એને સંતોષ નહોય. જ્ઞાનસાર || 85