________________ ઉત્તરોત્તર અનંતભાગ વૃદ્ધ સંયમસ્થાનો કંડક જેટલા થાય છે, ત્યારબાદ અસંખ્યાત ભાગ વૃદ્ધ એક સંયમ સ્થાન હોય છે. (4) સંખ્યાત ગુણ વૃદ્ધઃ એજ પ્રમાણે સંખ્યાતગુણ વૃદ્ધ, અસંખ્યાત ગુણ વૃદ્ધ અને અનંતગુણ વૃદ્ધ સંયમ સ્થાનો કહેવાય. (વિશેષ ગુરુતત્ત્વ વિનિશ્ચય ગુજરાતી ભાષાંતરમાં જાણી લેવું.) પહેલું ષસ્થાન પૂર્ણ થયા પછી બીજું ષસ્થાન થાય છે ત્યાર પછી ક્રમે ત્રીજું થાય છે આ પ્રમાણે કુલ અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અસંખ્યાતા હવે અનંત ભાગ વૃદ્ધ અને અનંત ગુણવૃદ્ધ નો અર્થ જણાવે છે. અનંતભાગવૃદ્ધ એટલે પૂર્વના સંયમ સ્થાનમાં જેટલા સંયમપર્યાયો છે તેને સર્વ જીવો જે અનંત છે, તે અનંતથી ભાગતા જેટલા આવે તેટલા સંયમ પર્યાયો વડે અધિક પછીનું સંયમ સ્થાન છે. - અસંખ્યાત ભાગ વૃદ્ધઃ એટલે પૂર્વના સંયમ સ્થાનમાં જેટલા સંયમ પર્યાયો છે તેને અસંખ્યાત લોકાકાશના જેટલા પ્રદેશો છે તેટલા અસંખ્યાતથી ભાગતા જેટલા આવે તેટલા સંયમ પર્યાયો વડે અધિક પછીનું સંયમ સ્થાન છે. - સંખ્યાત ભાગવૃદ્ધ એટલે પૂર્વનાસંયમસ્થાનમાં જેટલા સંયમપર્યાયો છે તેને ઉત્કૃષ્ટ સંખ્યાથી ભાગતા જેટલા આવે તેટલા સંયમ પર્યાયો વડે અધિક પછીનું સંયમ સ્થાન છે. - સંખ્યાત ગુણ વૃદ્ધઃ એટલે પૂર્વના સંયમ સ્થાનમાં જેટલા સંયમપર્યાયો છે તેને ઉત્કૃષ્ટ સંખ્યાતથી ગુણતા જેટલા આવે તેટલા સંયમ પર્યાયો વડે અધિક પછીનું સંયમ સ્થાન છે. - અસંખ્યાત ગુણ વૃદ્ધઃ એટલે પૂર્વના સંયમ સ્થાનમાં જેટલા સંયમ પર્યાયો છે તેને અસંખ્ય લોકાકાશ જેટલા પ્રદેશોનું છે તેટલા અસંખ્યાત થી ગુણતા જેટલા આવે તેટલા સંયમ પર્યાયો વડે અધિક પછીનું સંયમ સ્થાન છે. જ્ઞાનસાર || 83