________________ (1). કરી શકે તેવા અંતિમ ભાગને નિર્વિભાગ (સંયમ પર્યાય) આવા અનંતા સંયમ પર્યાયો સર્વજઘન્ય સંયમ સ્થાનમાં હોય છે. સર્વ જઘન્ય સંયમ સ્થાનમાં રહેલ સર્વ વિરતિ સાધુ, અનંતાસંયમ પૈયાયોથી યુક્ત એવા સર્વોત્કૃષ્ટદેશવિરતીવાળા શ્રાવક કરતા અનંતગુણા સંયમ પર્યાયવાળો. (અનંતગુણનું પ્રમાણ કેટલું? સર્વોત્કૃષ્ટ દેશવિરતિવિશુદ્ધ સ્થાનમાં જેટલા સંયમ પર્યાયો છે તેમને સર્વ જીવરાશિથી અનંતગુણ ગુણતા જે સંખ્યા આવે તેટલા સમય પર્યાયો સર્વ જઘન્ય સંયમ સ્થાનમાં હોય છે. અર્થાત્ સર્વ જઘન્ય પણ સંયમ સ્થાનમાં લોકાલોક રૂપ આકાશના પ્રદેશોથી અનંતગુણના સંયમ પર્યાયો હોય છે.) (બૂત -કલ્પભાષ્ય) * “ષટસ્થાનોની સંયમ શ્રેણી અનંતભાગવૃદ્ધ: પ્રથમ સંયમ સ્થાનમાં નિર્વિભાગ સંયમ પર્યાયો છે તેનાથી બીજા સંયમ સ્થાનમાં અનંતમાં ભાગ જેટલા નિર્વિભાગો વધારે છે. તેજ પ્રમાણે ત્રીજા, ચોથાદિ સંયમ સ્થાનોમાં ઉત્તરોત્તર અનંતમાં ભાગ જેટલા સંયમ પર્યાયો વધારે તેમ વૃદ્ધિ કરતા અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે સંયમ સ્થાનો સુધી કંડકની સંજ્ઞા છે. અસંખ્યાત ભાગ વૃદ્ધઃ (અનંતભાગ વૃદ્ધિનું) કંડક પછી જે પહેલું સંયમ સ્થાન છે તે પૂર્વના સંયમ સ્થાનોમાં રહેલા સંયમ પર્યાયો ની અપેક્ષાએ અસંખ્યાતમાં ભાગથી અધિક છે ત્યાર પછી અનંતભાગ વૃદ્ધ સંયમ સ્થાનો એક કંડક જેટલા થાય, ત્યારબાદ એક સંયમ સ્થાન અસંખ્યાતભાગવૃદ્ધ હોય છે. ત્યારબાદ અનંતભાગ વૃદ્ધ સંયમ સ્થાનો એક કંડક જેટલા થાય છે. ત્યારબાદ એક સંયમ સ્થાન અસંખ્યાતભાગ વૃદ્ધ હોય છે આ પ્રમાણે વચ્ચે વચ્ચે કંડક જેટલા અનંતભાગ વૃદ્ધ સંયમ સ્થાનો વાળા અસંખ્યાતભાગ વૃદ્ધ સંયમ સ્થાનો કંડક જેટલા થાય છે. (3) સંખ્યાતભાગ વૃદ્ધઃ અંતિમ અસંખ્યાતભાગ વૃદ્ધ સંયમ સ્થાન પછી જ્ઞાનસાર // 82