________________ ષ સ્થાન સંયમવિશુદ્ધિ (1) અનંત ભાગ અધિકવિશુદ્ધ (4) સંખ્યાત ગુણ અધિક (2) અસંખ્ય ભાગ અધિકવિશુદ્ધ (5) અસંખ્યાત ગુણ અધિક (3) સંખ્યાત ભાગ અધિકવિશુદ્ધ (6) અનંત ગુણ અધિક સર્વજઘન્ય સંયમ સ્થાનમાં સર્વોત્કૃષ્ટ દેશવિરતિના વિશુદ્ધ સ્થાનમાં રહેલાનિર્વિભાગો (સંયમપર્યાયો) થી અનંતગુણ હોય છે. આથી જ સર્વજઘન્ય પણ સાધુ સર્વોત્કૃષ્ટ દેશવિરતિ “શ્રાવકથી ઘણો મહાન છે. અનંત સંયમ પર્યાયોનું એક સંયમ સ્થાન થાય અને અસંખ્યાત સંયમ સ્થાનોનું એક કંડક થાય અને અસંખ્યા કંડકોનું એકષસ્થાનક થાય છે. અસંખ્ય ષસ્થાનોની સંયમશ્રેણી થાય છે. અનંત ભાગવૃદ્ધિ કઈ રીતે પ્રથમ સંયમ સ્થાનમાં જેટલા સંયમ પર્યાયો છે તેનાથી બીજા સંયમ સ્થાનમાં અનંતમાં ભાગ જેટલા સંયમ પર્યાયો વધારે છે તેનાથી ત્રીજાના અનંતમા ભાગ વૃદ્ધિ જ થવાની તેનાથી અનંતમા ભાગ સંયમ પર્યાયોની વૃદ્ધિ થાય આમ ઉત્તરોત્તર દરેક સંયમ સ્થાનોમાં અનંતમા ભાગ (સંયમમાં પર્યાયોની) વૃદ્ધિ કરતાં કરતાં અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સંયમ સ્થાનો સુધી પહોંચે તે બધા સંયમ સ્થાનોની કંડક સંજ્ઞા છે. (2) અસંખ્યાત ભાગ વૃદ્ધ (અનંતા ભાગ વૃદ્ધ) નું કંડક પછી જે પહેલું સ્થાન છે તે પૂર્વનાં સંયમ સ્થાનોમાં રહેલા (સંયમ પર્યાયો) ની અપેક્ષાએ અસંખ્યાતમાંથી અધિક છે તે પ્રમાણે અસંખ્યાત ભાગ અધિકનું પણ જાણી લેવું. સંયમ શ્રેણીનું સ્વરૂપઃ (ગુરુતત્ત્વવિનિશ્ચય) સંયમ શ્રેણી અસંખ્યાત સંયમસ્થાનો, કંડકો અનેષસ્થાનકથી બને છે. સંયમ સ્થાનઃ અનંત સંયમ પર્યાયોનું એક પહેલું સંયમ સ્થાન થાય છે. અસંખ્ય સંયમ સ્થાનોનું એક કંડક થાય છે. જેના કેવલી પણ બે વિભાગ ન જ્ઞાનસાર // 81