________________ અનંત ગુણવૃદ્ધ એટલે પૂર્વના સંયમસ્થાનમાં જેટલા સંયમસ્થાનોમાં જેટલા સંયમ પર્યાયો છે તેને સર્વ જીવો જે અનંત છે તે અનંતથી ગુણતા જેટલા આવે તેટલા સંયમ પર્યાયો વડે અધિક પછીનું સંયમ સ્થાન આવે. - સાધુ કેવો હોવો જોઈએ? (1) અમત્સરી - ઈર્ષાળુ ન હોવો જોઈએ. જ્ઞાન ધ્યાન - તપ - જપ - ભાગમાં આગળ વધે છે. તો પણ એને ગુણનો રાગ કેમ નથી થતો? ઈર્ષ્યાને કારણે એમાં પણ માન કષાય જ ભાગ ભજવે છે. હું પણું જગતમાં ઉંચા થવાની વૃત્તિ અંદર પડેલી છે. “ઉત્કર્ષ કરવો એ જીવનો સ્વભાવ છે માટે એ જગતમાં બહારના ઉત્કર્ષ ઈચ્છે પણ આત્મગુણોનો ઉત્કર્ષ-એની પૂર્ણતા એની સમજણ નથી માટે પરમાં જાય છે. આ ભાવ સમજાય ત્યારે એ જ ભાવ ગુણો પ્રત્યે થશે - ગુણી પ્રત્યે બહુમાન આવશે એટલે માન તૂટશે - ઉત્કર્ષ સ્વ તરફ આગળ વધશે.” (2) કૃતજ્ઞઃ- ઉપકારીના ઉપકારને કદી ભૂલનારો ના બને આપણા ઉપર પ્રથમ ઉપકાર સિદ્ધના જીવોનો છે એક આત્માસિદ્ધ બન્યો ને આપણો આત્મા અનાદિ નિગોદમાંથી બહાર નીકળ્યો. હવે આ ઉપકારને સતત યાદ કરીએ એ જિનાજ્ઞાનું ઉત્કૃષ્ટ પાલન છે. આપણા ઉપર કેટ કેટલાના ઉપકાર છે. તો પછી આપણે જગતમાં માથું ઉંચકીને ફરી જ કેમ શકીએ?માન કષાયને તોડવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે. બીજા નંબરે અરિહંત પરમાત્મા, પછી આચાર્ય - ઉપાધ્યાય અને સાધુનો ઉપકાર છે. આત્માના હિતના એકાંત કારણરૂપ જો કોઈ હોય તો તે પંચપરમેષ્ઠિ ભગવંતોનો ઉપકાર છે. આ ઉપકારથી મુક્ત બને એ તમામ જીવોના ઉપકારથી મુક્ત બને છે. જગતની તમામ જીવરાશિમાં સિદ્ધત્વ એ અરિહંતની આજ્ઞાનું ઉત્કૃષ્ટ પાલન છે જિનાજ્ઞા પાલન કરી સિદ્ધ થવુ એ જ સર્વવિકારમાંથી મુક્ત થવાનો અંતિમ શ્રેષ્ઠ ઉપાય છે. ચારિત્રએ શું છે? સમતા અને આત્માનો સ્વભાવ (પરિણામ) ચારિત્ર છે - અને તે જ્ઞાનસાર || 84