________________ પણ રહી ન શકે. પડખું ફેરવવાનું ચુકાવી ન શકે. કાઉસગ્ગ વગેરે કંઈ પણ ક્રિયા કરી ન શકે. કારણ નિકાચિત પુન્ય કર્મના ઉદયે તેને અવશ્ય ભોગવવું પડે. જ્યારે સાધુ શરીરના સુખને છોડી શકે અને કષ્ટો આપવાવડે નિર્જરા કરી શકે. શાની ને સદા આનંદ તો તપસીને મહાઆનંદ' ઈચ્છા એ જ દુઃખ છે એને તોડે એજ સુખ, જ્ઞાનની વૃદ્ધિ - અહંકારનો નાશ એ સાધુનું સુખ. અહંકારના નાશથી કષાયનો નાશ અને એના દ્વારા વિષયોનો ત્યાગ એટલે સુખ. 1 વર્ષનો પર્યાય લખ્યો. 1 વર્ષમાં ૩ઋતુ આવે એ ત્રણેમાંથી પસાર થાય છે. (ઉનાળામાં આતાપના - ઠંડીમાં ખુલ્લા દિલે રહેવાનું - ઓઢવાનું નહીં- ચોમાસામાં સંલીનતા અંગોપાંગની, મન-વચન કાયાના યોગોને સંકોચવાના આરીતે જે રહે છે તે મોહને સંપૂર્ણ જીતે તો મોક્ષમાં જાય, જો થોડો પણ બાકી રહી જાય તો દેવલોકમાં જવું પડે.) સાધુને તીર્થ સ્વરૂપ કહ્યા તે તીર્થ સ્વરૂપ ક્યારે બને? તીર્થંકરની આજ્ઞાને માને, સ્વીકારે અને એનામાં ઓતપ્રોત બની જાય તો પોતે તરે અને બીજાને તારે. દ્રવ્યથી બંધાયેલો આત્મા દ્રવ્યદાન આપે દ્રવ્ય એ ભાવનું કારણ છે. દીક્ષા લીધા પછી એણે હવે ભાવ-દાન કરવાનું છે, ને ભવાતીત બનવાનું છે. દેવોને અવિરતિ જન્ય કષાયનો ઉદય છે માટે વિરતિના પરિણામ નથી અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, ને સ્વજલન કષાયનો ઉદય દેવોને છે. માત્ર અનંતાનુબંધી કષાય ન હોય તો સમ્યગ્દર્શન ગુણ હોય. દેવોને શાતા એવી બંધાણી છે કે અશાતા ઉદયમાં સતત ન આવે. 6 માસ શાતા સતત રહી શકે પછી અર્નમુહૂત અશાતા ઉદયમાં આવે. દેવોને જે વસ્તુ ખાવાની ઈચ્છા થાય તેનો ઓડકાર આવી જાય. એને લોમાહાર હોય છે. સાધુ પુણ્યના ઉદયને અનુકુળતાને ફગાવી શકે છે, ત્યાગી શકે છે. દેવો ત્યાગી શકતા નથી માટે સાધુને સુખ વધારે. સાધુ ને હવે મોહનું દાન કરવાનું છે જે એના આત્મપ્રદેશો પર છે. આપણને સંપૂર્ણ શ્રદ્ધા હોવી જ્ઞાનસાર // 89