________________ જેમ જેમ ભણતા જઈએ તેમ તેમ અભ્યાસ પાડતા જવાનો છે. અમલમાં મુકતા જવાથી સંસ્કાર પડે છે. લોકો શું કહેશે? એવું ઉંડે ઉંડે પણ હોય તેને આચરણમાં આવતાં વાર લાગશે ને આનંદને નહીં અનુભવી શકે. 0 તેજો વેશ્યા કેવી છે? જ્ઞાનના આનંદવાળી છે કેમ કે જે ક્રિયા કરે છે તેમાં જ્ઞાનનો ઉપયોગ છે ને મોહ ભળતો નથી એટલે નિર્મળ - નિર્ભેળ જ્ઞાનનો આનંદ છે. ચારિત્ર પરિણામના અનંત પર્યાય છે. જે જે અંશે મોહનો ક્ષયોપશમ - તેટલી તરતમતા તેટલા સંયમ પર્યાય થશે ક્ષાયિક ભાવમાં કોઈ તરમતા નહીં. | ઉત્કૃષ્ટ દેશવિરતીનું પાલન કોઈ શ્રાવક કરી રહ્યો છે. પ્રતિમા-વહન” જેને “શ્રમણ પડિમાં કહે છે તે 11 મી પડિમા છે એનાથી અનંતગુણ વિશુદ્ધ જઘન્ય સાધુ નું પ્રથમ સ્થાને કહ્યું. દેશ વિરતીનું જે અંતિમ સ્થાન છે. સાધુનું તેનાથી અધિક પ્રથમ સ્થાન છે. આવું પાલન જે સાધુ કરે તેનું સુખ એક વર્ષમાં અનુત્તર વિમાનના દેવના સુખથી પણ વધી જાય છે. દેવને કાયાનું કોઈ કષ્ટ નથી જ્યારે સાધુને શરીરનું મમત્વ તેના સત્વને દબાવે છે અને જો સત્ત્વ ફોરવશે તો શક્તિ ખીલશે. શરીર હોવા છતાં સાધુ શરીરથી પર થઈને સાધનામાં આત્માનો આનંદ માણી શકે જે દેવોને ન મળે. પરમાત્માએ સામાયિક દંડક ઉચ્ચર્યુ ત્યારે પરિણામની એટલી પ્રબળતા છે કે ૪થા ગુણઠાણાથી સીધા ૭મે ગુણઠાણે ગયા. જ્ઞાનની વિશુદ્ધિવશ મોહના વિનાશથી આનંદ વધતો જશે. સંતોષ સમાધિના પરિણામ પણ સાથે સાથે વધતા જાય છે. આત્મા સતત પોતાની અનુભૂતિ કરી શકશે. જરુર છે માત્ર અણસમજને દૂર કરવાની. અને સાચી સમજણ પૂર્વક તેને અનુરૂપ પુઢષાર્થ કરવાનું છે. * સંયમસ્થાનો અધ્યવસાય (પરિણામો) જ્ઞાનસાર || 80