________________ તેમ ચારિત્ર વિશુદ્ધ થતું જાય અને આત્મા આનંદથી તરબતર (ન્હાતો) થતો જાય. દા-દીયતે -આત્મા મોહનું દાન કરે છે. તો જ ક્ષા-ક્ષીયતે - કર્મનો ક્ષય થશે. સ્વાધ્યાય દ્વારા “સ્વ-પર’ ની ઓળખાણ કરવાની છે. આત્મારત્નત્રયીની ખાણ છે તે અક્ષય અને અનંત છેને પાછી અરૂપી છે. 4 થા ગુણઠાણે પરિપૂર્ણ મિથ્યાત્વ મોહનો નાશ થવાથી. (અનંતાનુબંધી-૪, મિથ્યા-મોહ) આત્મા અંશથી શુદ્ધ થાય છે, તેથી એ કેવળજ્ઞાનનું બીજ છે. એટલે સમતાના બીજભૂત સંતોષ સુખને પામે છે. (ચરમાવર્તમાં જીવ આવે એનો આનંદ હોય, અપુનબંધકદશામાં આનંદ વધી જાય અને સમકિતની પ્રાપ્તિ થાય તેનો આનંદ તો સૌથી વધારે હોય કેમ કે હવે મોક્ષ સામે જ દેખાય છે ને દુઃખ પણ અનંતુ દેખાય છે, તેથી તે વધારે દુઃખી થાય છે કારણ વસ્તુ સામે હોવા છતાં અર્થાત્ આત્મામાં અનંત સુખ હોવા છતાં એનો સ્વાદ માણી શકાતો નથી. આત્માના અનંત સુખને માણવા માટેનું સાધુપણું હું સ્વીકારી શકતો નથી તેનું દુઃખ તેને વિશેષ હોય છે. “આત્માનો સ્વાદ માણવા માટે પાંચ સમિતિ ને 3 ગુપ્તિની લીલા છે એમાં જ એને ક્રીડા કરવાની છે કાય સમિતિ ઉત્સર્ગની રે, પ્રથમ સમિતિ અપવાદ, ઈર્યા તે જે ચાલવુ રે, ધરી આગમ વિધિ વાદ ' સાધુએ સદા કાઉસગ્નમાં રહેવાનું છે કારણ તે આત્મ - રમણતા કરવા માટે છે. “ઉત્સર્ગને સમજીને જ અપવાદનું સેવન કરે એને ઉત્સર્ગનો લાભ મળે. જે 6 માસ ઉત્સર્ગને સામે રાખી નવકારશી કરે તેને 6 મહિનાના ઉપવાસનું ફળ મળે. એ નવકારશીમાં બેઠા છતાં પણ નવકારશીમાં ન હોય. પણ મન નવકારના સ્વરૂપમાં હોય. નવકારનું ફળ સર્વ પાપનો નાશ છે. નમસ્કારનો ઉપયોગ સહિત નવકારશીથી પણ કેવળજ્ઞાન થાય' દરેક પચ્ચકખાણ પણ નવકાર સહિત જ હોય છે. જ્ઞાનસાર || 78