________________ બને છે અને પ્રધાન લક્ષ પોતાના અનંત આનંદને પોતે કઈ રીતે અનુભવે એની જ શોધમાં અને પ્રયત્નમાં મગ્ન હોય. આત્મા તત્ત્વ-સંવેદન જ્ઞાનવાળો બને ત્યારે કેવો હોય? પરિષહો અને ઉપસર્ગોઆત્માની બહાર છે અને તે આત્માના સ્વરૂપને બાધક બનતા નથી આવો નિર્ણય કોણ કરી શકે? સાધુ જ આવો નિર્ણય કરી શકે છે. સાધુ ઉંઘમાં પણ પ્રતિકૂળતાની શોધમાં હોય છે. જેનું લક્ષ સુખ ભોગવવાનું ને દુઃખને ન ભોગવવું એવું જેને અંદર બેઠેલું છે એ તત્ત્વ-સંવેદન વાળો નહીં બને. જે આત્મા સાધુપણું લઈને પણ શરીરને જરા પણ ઘસારો થાય એને કબુલ નથી. અને માસક્ષમણ કરવાની તૈયારી હોય પણ ગુરુની વાત માનવાની તૈયારી નથી. માનેલા કષ્ટ સહન કરવા છે પણ કોઈનું સાંભળવાની તૈયારી નથી ને મોક્ષ જોઈએ છે તો કેવી રીતે મળે? - કોઈ આપણને કાંઈ કહી જાય તે આપણને કેમ ગમતું નથી? - જગતમાં આપણે સારા થઈને રહેવું છેને કોઈ આપણું વિપરીત બોલે એખમાતુ નથી? માન કષાય નડે છે. માટે દુઃખ થયું પણ હકીકતમાં આત્માને કંઈ લાગે છે?ના,વિષયવાસના અને કષાય વગરના નિર્મળ એવા જેવિતરાગ છે એને કાંઈ લાગતું નથી ને મને લાગ્યું તો અંદર વાસના કષાય જે સત્તામાં હતા તે ઉદયમાં આવ્યા આવું વિચારવાનું છે અંદર ખળભળાટ થાય તો અંદર પાપનો ઉદય શરુ થયો તો બહાર એને કહેવા જઈએ તો પાપના ઉદયને સફળ કર્યો પણ નિષ્ફળ કરવા માટે પાપનો ઉદય ન હોય ત્યારે એને સહન કરવાની ટ્રેનિંગ માટે આતાપના વિગેરે પરિષહોને ઉપસર્ગોને સામેથી શોધવાના છે. મન-શરીરને આત્મા આ ત્રણે એવા છે અને જેમ જેમકેળવતા જઈએ તેમ તેમ કેળવાતા જાય એવા છે. આત્માનું દુઃખ ભોગવવું નથી ને શરીર નું સુખ ભોગવવું નથી એ નિર્ણય કરીએ તો જ બધું શક્ય બને એમ છે. માત્ર સમાધિને ટકાવવા માટે જ પુગલોનો સહારો લેવાનો છે. જ્ઞાનસાર // 76