________________ ગાથા - 5 તેજોલેથા વિવૃદ્વિર્યા, સાધોઃ પર્યાય વૃદ્ધિતા ભાષિતા ભગવત્યા દો, સેલ્થભૂતસ્ય પુજ્ય aa પ aa ગાથાર્થઃ ભગવતી આદિ ગ્રંથમાં કહેલી સાધના સંયમપર્યાયની વૃદ્ધિ તેજોલેશ્યાની ચિત્તસુખની વૃદ્ધિ આવા જ્ઞાનમગ્ન મહાત્માને ઘટે છે. સંયોગ છે ત્યાં સુધી આસક્તિ છે. સંયોગ છૂટ્યા પછી જ આસક્તિ વાસ્તવિકછૂટશે. જેમ જેમ દીક્ષા પર્યાય વધે તેમ તેમ સાધુ દેવોના સુખને પણ વટાવી જાય. દેવોને માનસિક સુખ છે - શાતાનો ઉદય છે 33 હજાર વર્ષે આહારની ઈચ્છા થાય. 33 હજાર વર્ષ - 33 કલાક ની જેમ પસાર થઈ જાય.૧ વર્ષના પર્યાયવાળા સાધુ ભગવંત અનુત્તર વિમાનવાસી દેવના સુખને ઓળંગી જાય છે. સંયોગો દુઃખનું કારણ છે માટે સંયોગો છોડવાના છે. મિથ્યાત્વ એ જ માનસિક દુઃખનું મોટામાં મોટું કારણ છે. સાધુ જીવન શા માટે સ્વકારવું જોઈએ? પોતે દુઃખી છે અને સુખી થવા માટે સાધુપણું સ્વીકાર્યું છે. એટલે પોતાના પર દયા કરવાની છે અને સ્વાધ્યાય રમણતા કરવાની છે. “પઢમં નાણું તઓ દયા’ ચિત્ત સમાધિનું સુખ સમ્યગ્દર્શનના કારણે છે. 9 માં રૈવેયકમાં સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ બંને પ્રકારના દેવો છે. સમકિતી સુખી છે કારણ જે મળ્યું છે એને હેય માને છે. એને અધિક મેળવવાનો પરિણામ નથી જ્યારે મિથ્યાત્વી મળ્યું છે એને ઉપાદેય માને છે. અને તેને અધિકમેળવવાનો અભિલાષ છે એટલે માનસિક સંક્લેશનો પરિણામ છે જ્યારે અનુત્તરમાં રહેલા તમામ દેવો સમકિતી છે. - સાધુને સુખી કેમ કહ્યા? સાધુ રત્નત્રયીની સાધનામાં જે મગ્ન છે. શરીરની પીડાથી પણ પર થાય એવા તીવ્ર સંવેગી સાધુને સુખી કહ્યા નિર્જરાનો લક્ષ પણ હવે તેને ગૌણ જ્ઞાનસાર || 75