________________ સાધુ સમગ્રી બત્રીશીમાં મહોપાધ્યાયજી એ જણાવ્યું છે કે “જે સાધુ પોતાના ગુણોની અનુભૂતિ કરે છે એનો જ દીક્ષા પર્યાય ગણાય” એક વર્ષનો પર્યાય શા માટે? શિયાળો - ઉનાળો ઠંડી-ગરમી સહન કરવાને ચોમાસામાં જીવોત્પતિ વધારે હોવાથી તાકાત હોય તો મકાનમાંથી બહાર ન નીકળવું તે તો * ઠીક પણ 4 મહિના કાઉસગ્નમાંથી બહાર નથી નીકળવાનું. જ્યાં જ્યાં અનુકુળતા ત્યાં ત્યાં સંસાર ને પ્રતિકુળતા ગમી ગઈ તો તે મોક્ષમાર્ગમાં છે. દીક્ષા=દી -દા-દીયતે - અપાય છે ક્ષા - ક્ષીયતે - કર્મોનો ક્ષય કરે છે. આત્મા - આત્માને અભયદાન નહીં આપે તો દીક્ષાનો કોઈ અર્થ નથી. અભયદાન વિના કર્મોનો ક્ષય થવાનો નથી. શરીરને જે દુશ્મન માને તે જ આત્મા મોક્ષમાર્ગની આરાધના કરી શકે. જે શરીરને મોક્ષનું સાધન માને એ એને માત્ર ભાડારૂપે એકવાર આપે, અને કામ એની પાસેથી ઘણું કરાવે. નિંદ્રા રાત્રે પણ 2 થી 3 કલાક બપોરે તો ઉંધવાનું જ નથી. શરીરની મમતા સામે લડવાનું છે અને મોક્ષને સિદ્ધ કરવાનો છે. આવા આત્મા ગુણશ્રેણિ પર આરોહણ કરી શકે બીજા નહી. જો સમાધિ બરાબર હશે તો શરીર ગમે તેટલુ બગડેલું હશે તો પણ મોક્ષની સાધના -મોહને મારવાની સાધના બરોબર કરી શકશે. સાધુ જગતની ઓળખાણ ન રાખે, જગતને દર્શનીય ન બને, શરીરને કાળુ કરે અને આત્માને ઉજળો બનાવે. પરમાત્માએ પહેલા “સ્વ”નું કાર્ય સાધુ અને શાસનની સ્થાપના પણ તીર્થંકર નામકર્મને ખપાવવા જ કરે છે. “સ્વપ્રધાન જ આરાધના છે, વ્યવહાર માત્ર ઔચિત્ય -પાલન માટે જ કરવાનું છે તીર્થકરના આત્માના સમ્યગ્દર્શનને વરબોધિ” કહેવાય છે. ભાવના પણ પોતાના ભાવો - કરુણાના ભાવો નિષ્ફર ન બને તે માટે જ કરવાના છે. દીક્ષા લઈને જ્ઞાનની જ સાધના કરવાની છે. જેમ જેમ શ્રત ધર્મ વિશુદ્ધ થાય તેમ તેમ ચારિત્રવિશુદ્ધ બનતું જાય. તપનો પરિણામ પણ શુદ્ધ થતો જાય. જ્ઞાન પરિણામમાં મોહબાધક છે. મોહનો પરિણામ જ્ઞાનમાંથી નીકળતો જાય તેમ જ્ઞાનસાર // 77