________________ વિભાવમાં લઈ જાય છે અને જેવુ આત્માનું ધ્યાન ધરે છે ત્યારે રાગાદિ ભાવોથી તે વિલિન બની જાય છે. | વિશેષ પ્રકારના યોગીઓ - અંધકારને પસંદ કરે છે કેમ કે તેવા અંધકારમાં તેમની કાયા પણ તેમને દેખાતી નથી એવા સમયમાં તેઓ અરૂપી એવા આત્માનું ધ્યાન ધરે છે. ત્યારે રાગાદિ ભાવો અંધકારમાં જ વિલિન થઈ જાય છે અને તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્રાણ વોસિરામિ. કરીને કાઉસગ્ગ ધ્યાનમાં ઉભા રહી જાય છે. * આત્માને પીડા થવાનું કારણઃ વિરૂદ્ધ વ્યક્તિ ભેગી મળે તો તણખા ઝરે, દૂધમાં ખટાશ ભળે તો ફાટી જાય તેવી રીતે આત્મા જો વિરૂદ્ધ સ્વભાવવાળા દ્રવ્યમાં ભળે અર્થાત્પર દ્રવ્યમાં ભળે તો તેનું ભાવિક સ્વરૂપને ધારણ કરે તો પોતાને પોતાના અસ્તિત્વમાં ભ્રમ પ્રગટ થાય. આથી તે આત્માને બદલે દેહ રૂપે પોતાને માનતો થાય. પરસ્પર વિરોધી દ્રવ્ય મળે તો તે શસ્ત્ર રૂપે બની જાય. ઉદાહરણ રૂમમાં ગરમ વાયુ છે બારી ખોલી તો બહારથી ઠંડો વાયુ અંદર આવ્યો આમ ગરમ વાયુ અને ઠંડો વાયુ સામસામા અથડાયા - વિરૂદ્ધ સ્વભાવ ઠંડા-ગરમ ભેગા થયા આથી તે જીવોને પીડા થાય છે તેવી જ રીતે પુગલ અને આત્મા વિરૂદ્ધ દ્રવ્ય ભેગા થાય તો શું થાય? પીડા જ પામે ને? પ્રભુએ જે કહ્યું છે તેને તત્ત્વ રૂપે નિર્ણય સુધી લઈ જાવ તો તે તત્ત્વની તેને અનુભૂતિ થાય આથી હવે તેને ઝંખના થાય કે હું તત્ત્વ સાથે જ એકરુપતા અનુભવું. "પતાય કામભોગા કાલ મણત ઈહ સઉ ભોગા, અપુર્વ શિવ મન્નઈ, તહવિ ય જીવો મણે સુખં " (ઉપ. માલા.) જ્યારે જ્યારે જીવને વિષય સુખોની પ્રાપ્તિ થાય ત્યારે જાણે પ્રથમ વખત પ્રાપ્ત ન થયા હોય તેવા અપૂર્વ ભાવ ઉત્પન્ન થાય છે અને ત્યારે તેને જ્ઞાનસાર // 73