________________ (12, 13, 14 મા ગુણઠાણે - આત્મા સ્વગુણોનો કર્તા હોવા છતાં જ્યાં સુધી યોગો ચાલુ છે ત્યાં સુધી વ્યવહારથી પર - ભાવમાં છે.) - ઉપયોગ સ્થિરતા જ્ઞાનની પૂર્ણતા કેવળ જ્ઞાન પ્રગટે - સ્થિરતા (14 મે ગુણસ્થાનકે) મોહનો નાશ તે ઉપયોગની સ્થિરતા યોગની નિવૃત્તિ પછી પ્રદેશ-સ્થિરતા વીર્યનું આત્મપ્રદેશમાં પૂર્ણપણે પ્રવર્તવું. આત્મવીર્યઆત્માના પ્રદેશોમાં સંપૂર્ણપ્રવર્તન થાય ત્યારે જીવ અયોગી બની ન સમયમાં ઋજુગતિએ 14 રાજલોકના છેડેસિદ્ધોની સાથે પરમાનંદમાં મહાલે છે. 14 મે દેહમાંથી છુટવા વીર્યસ્વ આત્મપ્રદેશોમાં પ્રવર્તે છે. આથી જ અયોગી ગુણસ્થાનક કહ્યું છે. (યોગક્ષે પ્રવૃત્તિ નથી.) આત્મા તો પરિણામી અને સક્રિય જ છે. કેળવજ્ઞાન પ્રગટ થતાં આત્મવીર્ય પ્રત્યેક આત્મ-પ્રદેશમાં પ્રવર્તે છે અનંતવીર્યપ્રગટી ગયું પણ હજી અરૂપી અવસ્થા બાકી છે, યોગો છૂટતા જ તે અરૂપી બની જશે. આકાર રહિત અને સ્થિર બની જશે તે નિરંજન,નિરાકાર, નિર્વિકાર અને નિર્વિકલ્પ બની જશે. હવે તે માત્ર શેયના જ્ઞાયક ભાવે જ છે. સ્વ સ્વભાવમાં જ સદા મગ્ન છે. આથી સ્વરૂપ રસિકોને ઉદ્દેશીને આ વાત છે કે સ્વભાવનું સુખ પ્રાપ્ત કરવા તમે બધા ભાવોમાં માત્ર જ્ઞાયકત્વને કેળવો તો જ તમને કેવળજ્ઞાન રૂપ સ્વભાવમાં લઈ જશે માટે ઉપાધિ છોડી અને જ્ઞાતા ભાવને કેળવો. નિશ્ચય આજ્ઞા બધી કેવલીના જ્ઞાન સાથે ભળે તેવો જે વ્યવહાર તે જ શુદ્ધ વ્યવહાર છે. આત્મા પરિણામિકી ભાવવાળો છે આત્માનું સંપૂર્ણપણે આત્મામાં પરિણમન થવું તે જ તેનો સ્વભાવ છે માટે મારે હવે મારા આત્માના જ કર્તુત્વ ભાવમાં વર્તવું છે તેવું આત્માની સાથે એકાંતમાં બેસી નિશ્ચય કરી લો. જ્ઞાનસાર || 71