________________ અર્થાત્ સાક્ષાત્કાર પણ થાય. મુનિ જ્ઞાતા - દા જ હોય - મૌન ધારણ કરી જગતના સ્વરૂપને જોતા હોય છે. મૌન બન્યાવિના વાસ્તવમાં મુનિઓ સાધના કરી શકતા નથી. જગતને જાણવાનું બંધ કરનારા મુનિ જંગલમાં જતા રહે છે અને માત્ર આત્માને જ જાણવાનો પ્રયત્ન કરે છે. અશુભનિમિત્તોને છોડશો, મોહને છોડશો તો જ્ઞાન આવ્યા વગર નહી રહે. તમે જેમની સાથે રહો છો. પિતા-પુત્ર, પતિ-પત્ની, ગુરુ-શિષ્ય તેની સાથે ઔચિત્ય પૂર્ણ વ્યવહારથી રહો. જરૂર પડે, ઉચિત લાગે તો જ શિક્ષા કરવી, તે પણ ઔચિત્ય ભાવથી. અંદરના પોતાના ભાવ બગડે નહી તે રીતે પુત્રને શિખામણ આપવી જોઈએ. વીર્ય બે પ્રકારે છે. અભિસંધિજ વીર્ય અનભિસંધિજ વીર્ય પ્રવર્તે ઈચ્છા પ્રમાણે વીર્યપ્રવર્તી શકે તે ગ્રહણ કરેલ આહાર અંદર જઈ સ્વેચ્છાએ હાથ પગ ચલાવવા. સાત ધાતુઓમાં પરિણામ ખાવું પીવું -આહાર ઉતારવો વિગેરે પમાડવામાં જે વીર્ય પ્રવર્તે છે. શરીરની અંદર જે કાર્ય થાય તે (સુહુમહિ અંગ સંચાલેહિવિગેરે) નાડીમાં લોહીનું વહેવું, ફેફસા ચાલવા વગેરે અનિભિસંધિથી જ થાય. આ બંને વીર્ય જો પરમાં વર્તે તો કર્મબંધ થાય. જ્યારે અભિસંધિજ વીર્ય આત્મગુણોના કર્તા - ભોક્તામાં છે તો તે નિર્જરા કરે છે. આત્મ વીર્યનું પ્રવર્તમાન થવુ એ જ ક્રિયા સ્વરૂપ છે. યોગોમાં ગોપન કરવું તે ગુપ્તિ. આત્મવીર્ય ગુણોમાં ગોપન નથી કરતું પણ તેમાં સક્રિય બને છે. તેથી ગુમિ ગુણસ્વરૂપ છે. “પરભાવેજિહાં લગે આતમા, તિહાં લગે સંસારી કહેવાય” જ્ઞાનસાર // 70