________________ નિમિત્તભૂત અવશ્ય બની શકે.) જેમ લોઢું ઠંડુ પણ અગ્નિનો સ્પર્શ ગરમ. તેવી જ રીતે વીતરાગ સ્વરૂપવાળા આપણે રાગાદિ ભાવોનાં સ્પર્શે બીજાને બાળીએ જો તે રાગાદિ ભાવોને દૂર કરીએ તો વીતરાગ સ્વરૂપ પ્રાપ્ત થયા વિના ન રહે. મિથ્યાત્વ ઘટે તેમ તેમ પોતાના આત્માની ઓળખ થાય - પછી તે પ્રમાણે ગતિ થાય તેમ તેમ સ્વભાવ દશા પ્રગટ થાય. બધાનો “પર” માલ ઉપાડીને પાછો કર્તા ભાવ રાખે? કર્મથી મળેલ બધું “પર” છે. તેના પર કર્તાભાવ અને તે છે પાછો પુલભાવ તેથી તે કર્મબંધને જ આપશે. આવું જ્યારે સમજાશે ત્યારે તે આત્માના જ્ઞાનાદિ ગુણોનો જ કર્તા બનશે અને આત્માનું હિત સાધશે માટે જ કહ્યું છે કે. જેમ આકાશનો છેડો નથી, તેમ જ્ઞાનનો - કેવલજ્ઞાનનો પણ છેડો નથી. તેથી આનંદનો પણ છેડો નથી. શરીર, યોગો, ઈન્દ્રિયો આ બધું નામ કર્મના ઉદયથી મળ્યું છે. અઘાતીના કારણે મૂળ સ્વરૂપ ઢંકાઈ ગયુ છે. આથી તે સાધનો દ્વારા જ તેનો સદુપયોગ કરીને અઘાતીને કાઢવાના છે. દ્રવ્ય-પ્રાણ રૂપ સાધન દ્વારા સાધના કરવાની છે પણ તે સફળ ક્યારે બને? તેમાં જો ભાવપ્રાણનો ઉપયોગ જોડાય તો. શિષ્ય પાસે વિકલ્પો જ ન હોય તેથી મોહનો અભાવ, તેથી એનું કાર્ય શીધ્ર થાય. માષતુષમુનિને કોઈ વિકલ્પ જ નહતો. ગુરુ આજ્ઞા તહત્તિ કરી તો એમનું કાર્ય થઈ ગયું. મોહનહોય તો રહેશું? માત્ર જ્ઞાન અને જ્ઞાનનો આનંદ. તેને પ્રાપ્ત કરવા ભાવપ્રાણનો ઉપયોગ આત્મામાં જોડવાનો છે તો સાધ્યની સિદ્ધિ થયા વિના નહી રહે. ઉપકરણવિગેરે પણ સાધન છે. તેની પણ સાધનામાં સહાય લેવાની છે. સાધ્યફળ બે પ્રકારે -અનંતર અને પરંપર અનંતર ફળ એટલે -ગુણોની રક્ષા થાય. શુદ્ધિ, વૃદ્ધિ અને ગુણોની પૂર્ણતા તરફ આગળ વધે. પરંપર ફળ એટલે પોતાના સ્વરૂપની પૂર્ણતાને પામશે. (સિદ્ધ સ્વરૂપી) જ્ઞાનસાર // 68