________________ સ્વરૂપ લક્ષ વિના સ્વભાવ દશા પ્રગટ ન થાય. પરના કર્તા ભાવમાંથી છૂટવા-સાધનનો ઉપયોગ-આત્માના ગુણોમાં જ કર્તાભાવ કરવાનો છે તો તે શુદ્ધ કર્તાને ગ્રહણ કરવાવાળો બનશે. મૂળ - ગુણોને પકડી - અનંતરને સાધી -પરંપરની કલ્યાણમાળાને વરવાનું છે. સૂત્ર ગોખવા-પ્રભુની આજ્ઞા છે તેમ જાણી શુદ્ધ ભાવથી ગોખે તો તેને સમ્યગુદર્શનની પ્રાપ્તિ થાય. લક્ષ તો કેવળજ્ઞાનનું જ રાખવાનું છે તો આગળ આગળનું કાર્ય થવાનું જ છે. જે કર્તૃત્વ, ભોકતુત્વ અને ગ્રાહકતા આ ત્રણેની પરાવૃત્તિ જ્યારે પરમાંથી “સ્વ” માં થાય છે ત્યારે તે સ્વગુણોની પૂર્ણતારૂપ કેવળજ્ઞાન અને સ્વરૂપની પૂર્ણતારૂપ મુક્તિની - વરમાળા પહેરે છે. પરમાં કર્તૃત્વ, ભોકતૃત્વ અને ગ્રાહકતા એ મિથ્યાત્વપણાથી છે જે બુદ્ધિમાં વિપર્યાસ ઉભો કરાવે છે. મિથ્યાત્વ જતા શુદ્ધિનો પરિણામ, “સ્વ” માં વસવું, મુક્તિ માર્ગ તરફ ગમન થાય છે. આત્માએ પોતાના સ્વભાવરૂપે રહેવુ તે આવશ્યક. માત્ર મૂળનું લક્ષપણું જ નિર્જરી કરાવે છે. ઉપશમ ગુણઠાણે જીવ હોય ત્યારે કષાય ઉદયમાં નથી પરંતુ તે સત્તામાં છે પણ વીતરાગ દશાને પામવામાં બાધક બનતાં નથી. 11 મે, 12 મે, ૧૩મે ગુણઠાણે - 1 સમયનો ઈર્યાપથિક બંધ હોય છે. સાંપરાયિક બંધ હોતો નથી. માત્ર નિરસ યોગો જ ચાલુ છે માટે ઈર્યાપથીક બંધ ચાલુ છે. પ મા ગુણસ્થાનકથી મોહને મારવાની શરુઆત થઈ જાય છે જેટલે અંશે મોહને મારે છે એટલા અંશે વીતરાગતાને વેદતો હોય છે. આત્મા “સ્વ” નો જ કર્તા અને ભોક્તા છે. તેથી સ્વમાં સાક્ષીભાવ કેળવવાનો નથી. રાગાદિ ભાવમાં આવી પરમાં ન જતા રહેવાય તે માટે જ ઔચિત્યભાવ છે. અર્થાત્ પરમાં સાક્ષીભાવ કેળવવાનો છે. હવે જે સાધકો સ્વરૂપમાં સ્થિર થઈને રહે તેમને જ જલદીથી દેહમાંથી છૂટવાનો ભાવ થશે અને તેથી જ આવા સાધકોને આત્મ - સ્વરૂપની ઝાંખી જ્ઞાનસાર || 9