________________ અનુભૂતિ થાય તેને બહાર ફીકાશ લાગશે ત્યારે સમજવું કે હવે આપણી દિશા સાચી છે. જ્ઞાન દ્વારા માત્ર જોવા જાણવાનું હતું એટલું કરીને અટકી જઈએ અર્થાતુ શેયમાંમોહનભળવા દઈએ તો વીર્યઆત્મગુણમાં ગયું અર્થાત્ કર્મબંધ કરાવનારુ નથયું અર્થાત્ મોહ ઉદયમાં આવ્યો અને એને નિષ્ફળ બનાવ્યો તો આત્મપ્રદેશો શુદ્ધ થશે અને ગુણોનો આનંદ માણી શકાશે. આત્માએ સ્વમાં કર્તાપણું અને પરમાં ઉદાસીપણું રાખવાનું છે. “સ્વ” ગુણોમાં “સ્વ” નો પરિણામ થવો એ જ “સ્વ” નો કર્તા ભાવ છે. પરભાવમાં કર્તાભાવ એ અસત્ આરોપભાવ છે. આત્મવીર્યના પરિણામ દ્વારા આત્મા કર્તાપણું કરે છે. સિદ્ધના આત્માઓમાં આત્મવીર્યનું કાર્ય ગુણોમાં અને એના આત્મપ્રદેશોમાં પરિણમવાનું ચાલુ છે. આત્મા લોકાલોકને જાણે તો એ પરભાવનો કર્તા બન્યો કહેવાશે?ના. કારણ કે સ્વ-પર શેયના જ્ઞાતા બનવાનો એનો સ્વભાવ છે.પોતાનામાં રહી પોતાના જ્ઞાનગુણમાં વીર્ય ફોરવે છે એટલે સ્વ સાથે સર્વજ્ઞેય સ્વમાં રહીને જણાય છે એને પરમાં જાણવા જવું પડતું નથી. “જ્ઞાનાનંદે પૂરણ પાવનો - વર્જિત સકલ ઉપાધિ” ઉપાધિ અર્થાતુ મોહ. જેમ જેમ મોહ ઘટે તેમ તેમ આનંદવર્ધપ્રતીતિના સ્તર પર નહી પહોંચી ત્યાં સુધી ઢચિ પણ નથી પર' નો કર્તા આત્મા બની શકતો જ નથી તો પછી “સ્વ” નો કર્તા કેમ ન બને? પરોપકારમાં બધાને રસ છે. પરંતુ પોતાના આત્મામાં જ રસ નથી, આત્માનો સ્વભાવ “સ્વ” ને “પર” પર પરોપકાર કરવાનો જ છે. પોતાના પર ઉપકાર કરતા પરોપકાર થઈ જાય તો વાંધો નથી પણ પોતાનું ગૌણ કરીને જગત પર ઉપકારની વાત મૂકી જ નથી. “સ્વ” નો કર્તા બનેલો છે એવા આત્માથી પરનો ઉપકાર થઈ જ જાય છે. તેથી જ સ્વોપકાર વિના પરોપકાર શક્ય જ નથી. (સ્વોપકાર કરવા માટે પર' પર કરાતાં અપકાર બંધ કરવા જ પડે તો જ તે સાચા અર્થમાં પરના કલ્યાણમાં જ્ઞાનસાર // 67