________________ બ્રહ્મચર્યઃ બ્રહ્મ-આત્મામાં રમવું-ચરવું તે બ્રહ્મચર્ય, તો જ મગ્નતા આવશે. પરમાં ફરવાથી કદીપણ મગ્નતા આવતી નથી. (જગતમાં જીવને જો કોઈપણ મહાન લાગતું હોય તો તે બે જ પદાર્થો કંચન અને કામિની. જીવ એમાં મગ્ન બનવાના પ્રયાસવાળો છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ત્યાગ કરે છતાં વૈરાગ્ય ન આવે તો એ સંસારનું કારણ બને છે. “અટકે ત્યાગ વિરાગમાં' ત્યાગ કર્યો એનું અભિમાન આવશે એટલે ત્યાગમાં જ અટકી જશે. ત્યાગ કર્યો એમાં રાગ કરવા જેવો નથી. પ્રભુના ગુણોનો અનુભવરસવિષયોની અગ્નિને બુઝાવે છે.) વિષય લગન કી અગનિ બુઝાવત, પ્રભુ તમ ગુણ અનુભવ ધારા, ભઈ મગનતા તુમ ગુણ રસકી, કુણ કંચન - કુણ દારા” આપણે માત્ર બહારના એક પર્યાયને પકડીએ છીએ માટે રાગાદિ ભાવો થાય પણ આત્માની 4 અવસ્થા પકડીએ તો રાગાદિ ભાવો છૂટતા જાય. આત્માની ચાર અવસ્થાઃ (1) આત્માની જયોતિર્મય સંપૂર્ણ શુદ્ધ અવસ્થા. નિગોદની અત્યંત કાળી કર્મક્ત અવસ્થા જેમાં જીવ કર્મો અને કષાયોથી સંપૂર્ણ પ્રાયઃ ઢંકાયેલો છે. અશુચિમય અવસ્થા H શરીરની અંદરની લોહી, માંસ, ચરબી, હાડકાદિ સાત ધાતુમય અશુચિમય અવસ્થા. (4) બહારની ચામડીની અવસ્થા: આકાર અને રૂપવાળી અવસ્થા. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાયને જોઈને ઉપયોગ આવવો જોઈએ કે આ કાયાવાળા જીવો છે. માટે એની દયા આવવી જોઈએ ને પોતાની પણ દયા આવવી જોઈએ કે મારા શરીરના સુખ માટે હું કેટલા બધા જીવોને મારું છું. તો હવે મારું શું થશે? પોતાની એક કાયા માટે સંખ્યાત - અસંખ્યાત કે અનંતા જીવોને હું કાયા સહિત મારુ છું. અંદરની વાસના તૂટશે ત્યારે અનુભૂતિ થશે. જેને અંદરની જ્ઞાનસાર // s (2)