________________ આત્મા વ્યવહાર કર્મોનો કર્તા છે -ભોક્તા છે અને કર્મનો કર્તા ભોક્તા મટી જાય એટલે આત્મા સ્વગુણોનો કર્તા ભોકતા બને. આત્મા સ્વગુણોના કર્તા ન બને તો તે પુદ્ગલનો કર્તા બનશે તો કર્મનો બંધ અને તેના ઉદયે તેનો ભોકતા બને. કષાય -મોહાદિ ભાવ સંસાર છે. નિશ્ચયથી આત્મા ધુવેઈ વા'શુદ્ધ - બુદ્ધ, સ્થિર અને નિરંજન છે.) આત્યાત્તિક - જેનો હવે કદી નાશ ન થાય તેવુ સિદ્ધોનું આત્મદ્રવ્ય છે. મોહના સર્વથા અભાવથી શાશ્વત આનંદ અને સર્વ પર સંયોગીના સર્વથા અભાવથી અવ્યાબાધ સ્વરૂપ સુખ અર્થાત્ સર્વથા પીડારહિત. આત્માની શુદ્ધ અવસ્થા. “ચરમનયણે નિહાળતા, ભૂલ્યો સયલ સંસાર” ચામડાની આંખથી જગતને જે નિહાળે તે દુઃખી થાય છે જ્યારે સર્વજ્ઞની દિવ્યદૃષ્ટિથી જ્ઞાની જગતને જુવે તો સુખી થાય. સર્વજ્ઞ પર અભૂતપૂર્વ બહુમાન પ્રગટ થાય કે કેવું દિવ્ય, અલૌકિક યથાર્થ જ્ઞાન ! આત્મા કઈ પર વસ્તુ છોડી શકે? જેના પર માલિકીપણાનો ભાવ નથી તે છોડતાં તેને વાર લાગતી નથી, જેમ સાપ કાંચળી ત્યાગે તેમ. જો સર્વપુગલ પર માલિકીપણાને ભાવ જાય કે આ મારું નથી, મને છોડીને જતા રહેવાના સ્વભાવવાળુ છે, તો હું જ શા માટે તેનો ત્યાગ ન કરી દઉં. અજીવ તત્ત્વ પૂર્ણ રીતે પોતાના સ્વભાવમાં વર્તે છે. સિદ્ધના જીવો પણ પૂર્ણ રીતે પોતાના સ્વભાવમાં વર્તે છે. પણ છઘસ્થ જીવો પોતપોતાના સ્વભાવ પણે વર્તતા નથી. તેમના માટે જ જિનેશ્વર ભગવંતોએ સ્વસ્વભાવમાં પર્વતવારૂપ ધર્મ બતાવ્યો છે. છઘ0 એવા આપણામાં “આ મારો' ને “આ મારી એ ભાવ આવે છે અને પછી મમત્વભાવ માંથી પ્રગટે છે. મારા મારી ન કરતાં જો માત્ર સાક્ષી ભાવે રહીએ તો જ સમાધિની પ્રાપ્તિ થાય, ક્રિયા આભોગ અને અનાભોગ બને . રીતે થાય છે. જ્ઞાન, દર્શન,ચારિત્ર ને તપ આ બધા જ ગુણ સક્રિય છે એટલે નિશ્ચયથી બધા ગુણો ક્રિયા સ્વરૂપે જ છે અને સિદ્ધમાં પણ એ ગુણો સક્રિય છે. ત્યાં કાંઈ નિષ્ક્રિયતા નથી. જ્યારે ધર્માસ્તિકાય આદિ પાંચ અજીવદ્રવ્યો અકર્તા જ્ઞાનસાર // 64