________________ વિ. કરવાથી એના ગુણ પોતાનામાં આવે. પૂ.હરિભદ્રસૂરિ મ.સા.એ આ ત્રણ વાત ધર્મબિંદુ ગ્રંથમાં કહી છે. ખમાસમણ વખતે સાક્ષી ભાવ શરીર પર છે અને વીર્ય-ખમાસમણું આપવામાં વપરાય છે. એનો અંદરમાં આનંદ આવશે તો પરમાં ઉદાસીન ભાવ આવ્યા વગર નહીં રહે. જો સ્વરૂપ અને સ્વભાવનો ખ્યાલ હોય તો કર્મે જે અવસ્થા આપી હોય એમાં રહીને પણ મસ્તીથી આરાધના થઈ શકે. આપણે પરમાત્માને પુણ્યકાય’થી જાણીયે છીએ અર્થાત્ તીર્થકર - નામકર્મના વિપાકોદયે પ્રાપ્તબાહ્ય અવસ્થાથી અર્થાત્ પ્રાતિહાર્યસમવસરણ. ઈન્દ્રદેવાદિથી સેવાતારૂપે જાણીએ છીએ પણ પરમાત્માને તત્ત્વકાય શુધ્ધ અનંતજ્ઞાનાદિ ગુણ સંપત્તિના સ્વામિઅરૂપી આદિ શુધ્ધ સ્વરૂપે પણ જાણવાના છે તે જાણતા નથી. પરમાત્મા - પરમાત્મા ક્યારે બન્યા? પર થી પર બનનારા એવા પરમાત્મા પુણ્યથી જે ન મળે એવા “સ્વ” ના જ્ઞાનાદિ ગુણમાં રમનારા હતા અને અરૂપી સ્વરૂપમાં રહેનારા હતા. ચિદાનંદ કેરી પૂજા, નિર્વિકલ્પ ઉપયોગ, આત્મા - પરમાત્માને અભેદે - જ્યાં નહી જડનો યોગ....” આપણે પરમાત્માની તત્ત્વકાયથી પૂજા ઓઘથી પણ કરી હોત તો પણ કર્મોનો ક્ષયોપશમ વિગેરે થવાથી આપણું કલ્યાણ થયું જ હોત. અત્યાર સુધી પરમાત્માના “પુણ્યકાય” ની જ પૂજા કરી છે. રૂપ નિહાળી પરિચય કીનો, પણ તું રૂપ નહી આયો, જે જે અંગે પૂજા, તે તે અંગે તું નાહિ... મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ કેવળજ્ઞાનનો અંશ છે, અંશ પૂર્ણતાને લાવે જ. બીજનો ચંદ્ર પૂર્ણતાને પ્રાપ્ત કરે જ છે. જેમ એમાં શંકા નથી તેમ આમાં પણ શંકા ન થવી જોઈએ. ને મતિ - શ્રુતની આરાધના કરતાં કંટાળો ન આવવો જોઈએ. જ્ઞાનસાર || 2