________________ પાંચ પ્રકારના ભાવ છે. (1) ઔદયિક ભાવ: આઠ કર્મના ઉદયથી થતો ભાવ તે ઔદયિક ભાવ (2) પારિણામિક ભાવ H તે કાયમ માટે રહેવાનો છે આત્માના ગુણમાં પરિણમન થવા રૂપ, આત્મા સહજ હોય તે, સિદ્ધમાં હોય. ઔપથમિક ભાવઃ માત્ર મોહનીય કર્મનો જ ઉપશમ થાય. મોહનીય કર્મ સત્તામાં હોય પણ ઉદયમાં ન હોય તે આત્મા વીતરાગ પ્રાયઃ કહેવાય. 11 મા ગુણઠાણે પરિપૂર્ણ મોહનીયનો ઉપશમ થાય, એનો અંતર્મુહૂર્ત સુધીનો જ કાળ છે. મિથ્યાત્વ મોહનીય અને ચાર અનંતાનુબંધીનો સર્વથા ઉપશમ થાય ત્યારે ઔપશમિક સમ્યકત્વની પ્રાપ્તિ થાય. (4) ક્ષયોપથમિક ભાવઃ ઉદયમાં આવતા કર્મોનો ક્ષય અને ઉદયમાં નહિં આવેલ કર્મોના ઉપશમ તે. (5) ક્ષાયિક ભાવઃ કર્મોનો સંપૂર્ણ ક્ષય થવો તે. કેવળજ્ઞાન તો અંદર હતું જ. માત્ર જ્ઞાનાવરણમાં કર્મ રૂપ પડદો સંપૂર્ણ હટી ગયો એટલે કેવળજ્ઞાન પ્રગટ થયું. સાધના પરિણામિક ભાવ ન આવે ત્યાં સુધી કરવી પડે. તમારા આત્માને પૂછો -પરના માલિક બનવું છે કે “સ્વ” ના માલિક? “સ્વ” ના માલિક બનવું હોય તો “પર” માટે જીવવાનું બંધ કરો. પર અર્થાત્ પોતાનું શરીર પણ પર અને સગા-સંબંધી અને જડ દ્રવ્યો વિ. પણ પર. આ જેને સમજાશે તે તમામ વ્યવહાર ઔચિત્યથી કરશે. તેની ઉપેક્ષા કરશો તો પોતાની મૈચાદિ ચારે ભાવના જશે. પોતાના આત્માની જ ઉપેક્ષા કરશે તો રહેશે તો વર્તમાનમાં પણ સમાધિ અને ભવિષ્યમાં પણ સમાધિ જ રહેશે. આત્માની પ્રધાનતાના કારણે સ્વ–પરને હિતકારી ઉચિત પ્રવૃત્તિ અવશ્ય થાય. તેથી સમાધિ સહજ. જ્ઞાનસાર // 63