________________ ઉપયોગની શુદ્ધિ ગમે તેવા વાતાવરણમાં, સંજોગોમાં, ગમે તેની સાથે રહીને પણ થઈ શકે છે. ગમે તે મળે પણ ફરિયાદ ન હોય, અને સંકલ્પ - વિકલ્પ પણ ન થાય ત્યારથી ઉપયોગની શુદ્ધિ થતી જશે. શુદ્ધ ભાવનું લક્ષ રાખીને અશુભથી હટવાનું છે અને શુભમાં રહીને સતત શુદ્ધમાં જવાનો ઉપયોગ રાખવાનો છે. અશુદ્ધનિશ્ચયથી આત્મારાગાદિનો કર્તા બને છે અને અશુદ્ધ વ્યવહારથી આત્મા કર્મનો કર્તા બને છે. આત્મા સત્ માં પ્રવૃત્તિ કરે છે છતાં પણ એ પરભાવની પ્રવૃત્તિ કરે છે દા.ત. સંવત્સરી પ્રતિક્રમણ વખતે પાંચ અંગ નમાવીને શરીરને નમાવ્યું એ કામ આત્માના વીર્ય - ગુણ દ્વારા થયું. વીર્યનો ઉપયોગ શરીરને નમાવવામાં કરવો પડે છે. શરીર એ પુદ્ગલ છે - એ પાપનો ઉદય છે. વીર્યને જ્ઞાનાદિ ગુણમાં પ્રવર્તમાન કરવાનું છે જો તે વખતે આત્મા ગુણીમાં રહેલા ગુણને સ્વગુણો વડે નમસ્કાર કરે છે. વ્યવહારથી મન - વચન - કાયાની પ્રવૃત્તિ કરે છે તે પર ભાવની પ્રવૃત્તિ છે પણ જ્ઞાનના ઉપયોગમાં પૂર્ણ ગુણીને અપૂર્ણ ગુણી - પૂર્ણ થવા માટે નમી રહ્યો છે ત્યારે પરાવૃત્તિ છે અર્થાત્ વીર્યગુણની પુગલની પ્રવૃત્તિ સાથે જ્ઞાન, દર્શન અને ચારિત્રગુણમાં પ્રવર્તમાન થવાથી તેની સ્વગુણમાં વીર્યગુણની પ્રવૃત્તિ તે વીર્યગુણની પરાવૃત્તિ છે. * ધર્મબિંદુમાં આરાધનાનું સ્વરૂપઃ (1) સૂત્ર શક્ય પાલનમ્ (ર) અશક્ય ભાવ પ્રતિબંધ (3) તત્કપ્રશંસા ઉપચારી (1) પરમાત્માની જેટલી આશા છે તે બધી જ આજ્ઞા જે રીતે કહી છે તે રીતે પાળવાનો શક્ય પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં શક્તિ નથી ત્યાં એ કરવાનો ભાવ ઉભો રાખવો. “એ આજ્ઞા હું ક્યારે પાળીશ?” (3) જિનાજ્ઞા પ્રમાણે આરાધના કરે તેની પ્રશંસા કરવી તેને સહાયક બનવું જ્ઞાનસાર // 61