________________ આવવાનો નથી. દીનતાથી સત્વ હણાય છે માટે દીન વ્યક્તિ ધર્મ કરી શકે નહી. * સંસારનો અંત કેમ નહીં આવે? - આજ સુધીમાં જેટલી જીવરાશિ વ્યવહાર - રાશિમાં આવી તે માત્ર એકનિગોદના ગોળાના અનંતમાં ભાગ્યે જ છે. તે સિવાયના અસંખ્યાતા ગોળા - તેમાં અસંખ્યાતી નિગોદ છે. અને દરેકનિગોદમાં અનંતાનંત જીવો ભરેલા છે. આથી આ સંસાર કદાપિ ખાલી થવાનો નથી. માત્ર જે જીવો વ્યવહાર - રાશિમાં આવી ગયા અને જેમનો ભવિતવ્યતાદિનો પરિપાક થાય અને જે આત્મા પુરુષાર્થ કરે તે આત્મા પોતાના અનાદિ સંસારનો અંત લાવી શકે. આથી આપણે જગતની ચિંતા કરવા કરતા પોતાના સંસારનો અંત કેમ થાય તેની ચિંતા કરવી. સહજ સુખના અર્થીપણા વિના આત્મા મગ્ન બની શકતો નથી. આત્માનું સહજ સુખ ભોગવવું એટલે શું? જગતને તત્ત્વ - દૃષ્ટિથી જોવું - જાણવું અને સ્વમાં સ્થિર થવું તે સુખ છે. જેટલું વધારે જાણીએ તેટલા વધારે દુઃખી થઈએ છીએ. કારણ “જાણે એટલું તાણે ને એમાં તે તણાઈ જાય. મોહથી જાણે છે માટે એવું બને છે. જો મોહરહિત જાણે તો સ્વમાં સ્થિર થાય. આત્મા લોકાલોકનો જ્ઞાતા છે. આથી પરભાવના કર્તા નથી બનવાનું પણ પારિણામિક ભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી “સ્વ” ના કર્તા બનવાનું છે. “જ્ઞાન સુખની ખાણ છે - દુઃખ ખાણ અજ્ઞાન” પારિણામિક ભાવ-સહજ સુખની શરુઆત ૪થા ગુણઠાણાથી થાય અને સહજ સુખની આંશિક અનુભૂતિ 5 મા ગુણ સ્થાનકમાં થાય છે ને 14. મા ગુણઠાણે પૂર્ણ થાય છે. રાગાદિ પરિહરી જે કરે નિજ ગુણ ખોજ, ઘટમેં ભી પ્રગટે, ચિદાનંદ કી મોજ.” જ્ઞાનસાર // 0