________________ કેટલી? માત્ર માર્ગ બતાવવાની કે આ મોક્ષમાર્ગ અને સંસાર માર્ગ. ધન એ પુગલ-સંયોગ છે. આત્માને પરનો સંયોગ કામનો નથી. ધનને હેય માનીદાન કરે અને ભાવના ભાવે કે હવે મને કદી ધનનો સંયોગ જ ન થાય, એવા વિરકત ભાવથી દાન આપે તો નિર્જરા થાય અને જેટલા અંશે પુણ્ય બંધાય એ પુણ્યાનુબંધી પુણ્ય જ બંધાય. જે આત્માને કદી નડે નહીં, આસક્ત બનાવે નહીં, તે સમ્યગદષ્ટિ આત્મા દરેક પ્રવૃત્તિ કરતી વખતે એક જ ભાવના ભાવે કે મારો આત્મા શુદ્ધ ઉપયોગમાં રમતો થાય. "શુદ્ધ ભાવથી જે ક્રિયા થાય તેમાં કર્તાપણું ન આવે. તેને એમ જ લાગશે કે જ્ઞાન એ સિંધુ છે. મને જે પ્રાપ્ત થયુ તે બિંદુ છે એટલે સિંધુ પાસે બિંદુની શી વિસાત? ગૌતમ સ્વામી 4 જ્ઞાનના ધણી, 50,000 કેવલીના ગુરુ, પરમાત્માના પ્રથમ પરમ શિષ્ય છતાં પરમાત્મા પાસે બાળકની જેમ કેવળજ્ઞાન માંગતા હતા. આ ક્યારે શક્ય બન્યું? પોતે જાણે છે કે અંદરમાં તો કેવળજ્ઞાન રૂપી સાગર ઘુઘવે છે. તે અનંત છે. જે મારી પાસે વર્તમાનમાં પ્રગટ નથી એની સામે જે છે (4 જ્ઞાનવિગેરે) તે બિંદુ તુલ્ય પણ નથી. મોક્ષનું સુખ અપેક્ષા રહિત નિરપેક્ષ અને સહજ સુખ છે માટે જ મહર્ષિઓ જંગલમાં પણ મસ્તીથી - ધ્યાનમાં રહી શકે છે. પર્યાયથી માત્ર જોવું એ “મોહાંધતા છે. અનેકાંત દષ્ટિથી જોવાનું છે. ચામડાની દૃષ્ટિ માત્ર પર્યાય બતાવશે જ્યારે તત્ત્વ દૃષ્ટિ દ્રવ્ય -ગુણ - પર્યાય બધુ જ બતાવશે. આત્મા “પર” એવા ત્રણમાં કર્તાપણું કરે છે. (1) ગ્રહણને મૂકવાનું પુગલનું ગ્રહણ અને દાન કરવામાં (2) રાગાદિ ભાવ કરવામાં (3) કર્મ-સ્કંધો બાંધવામાં “હું કતપરભાવનો એમ જેમ જેમ જાણે તેમ તેમ અજ્ઞાની પડે જ્ઞાનસાર // 58