________________ “તીર્થકરના આત્માઓ ગૃહસ્થપણામાં ભોગાવલી કર્મના ઉદયે નિર્જરા કરે.” તીર્થકરના આત્મા (ગૃહસ્થાવસ્થામાં) ૬ઠ્ઠી કાન્તાદૃષ્ટિના સ્વામી છે. નિકાચિત કર્મોના ઉદયને કારણે ભોગો ભોગવતી વખતે શરીર - શરીર સાથે જોડાયેલુ હોય છતાં એમનું મન શ્રુતજ્ઞાનના ઉપયોગમાં રમી રહ્યું હોય છે, અને શાતાને અનુભવી રહ્યા હોવા છતાં એમાં ઢચિકરતા નથી અને ભોગોને ભોગવવા દ્વારા જ ભોગોને જ ભોગવી નાંખે છે. જ્યારે આપણે ભોગવાઈ જઈએ છીએ. તેઓ નિકાચિત કર્મને ખતમ કરતાં જાય છે અને જેવા ખતમ થાય કે તરત જ સર્વવિરતિ ગ્રહણ કરે છે અને ૪થા થી સીધા ૭મે ગુણઠાણે પહોંચી જાય અને સંયમની વિશુધ્ધિના કારણે 4 થું મનઃ પર્યત્ જ્ઞાન પ્રગટ થાય. અને પછી છું ૭મેં ગુણસ્થાનકે રહે. આત્માનું સુખ આત્યન્તિક એટલે કાયમ રહેનારું, એકાંત સુખ એટલે એકસરખુ ચાલે, એકાંત પક્ષવાળુ સુખ છે. દેવોને પણ 6 મહિના સુધી એકસરખી સુખ-શાતા ચાલે પણ પછી એને અંતર્મુહુર્તઅશુભ અશાતાનો ઉદય થાય. એકાંત સુખ અનુત્તર વિમાનમાં પણ નથી. જ્યારે સંયોગો અને અપેક્ષા વિનાનું સુખ એ મોક્ષનુ સુખ છે. (સામાયિક, પૌષધ, ચારિત્ર વિગેરે નિઃસંગ દશામાં જવા માટેના અનુષ્ઠાનો છે. શુધ્ધાત્મ દ્રવ્યા (સિધ્ધાત્મા) અને પરમાત્માનું આલંબન મુકિતના ધ્યેય પૂર્વક પકડવામાં આવે તો કદી મોતનું કારણ ન બને પણ મુકિતનું કારણ બને, આપણે માત્ર નિર્ણય કરવાનો છે. મને મારા આત્માના શુધ્ધસ્વરૂપ અને સ્વભાવ સિવાય કંઈ જોતું નથી. પર વસ્તુ પુદ્ગલ માત્ર પૂરણ -ગલન સ્વભાવવાળી, નવાને જુનું કરે, નાશ પામવાના સ્વભાવવાળી છે. માટે પુદ્ગલ માત્ર પર છે. એક આત્મા અને આત્માના ગુણો જ પોતાના છે. અને તે કાયમી આત્મા સાથે રહેવાના છે. જે આત્મા જગતને જડ અને ચૈતન્યના સંયોગવાળું છે એમ તત્ત્વ દૃષ્ટિથી જોઈ શકે તે જ આત્મા - આત્મામાં મગ્ન બની શકે. જ્ઞાનસાર // પ૬