________________ વાળા “સર્વાર્થસિદ્ધ દેવલોકમાં જાય. “આતમજ્ઞાની તે શ્રમણ કહાવે બીજા દ્રવ્યલિંગી જાણો. માત્ર વેશ જ પહેરેલો છે. ભાવથી સાધુતા નથી. તેને શ્રમણ ન કહી શકાય. જે આત્મા જ્ઞાનામૃત રૂપી સમુદ્રમાં ડૂબેલો હોય તેને વિષયોમાં જવું પડે તો પણ તે તેને “કાલકૂટ - ઝેર સમાન લાગે છે. સાધુ જ આત્મામાં મગ્ન બની શકે છે કેમ કે તેઓએ સર્વથા સર્વ સંગનો ત્યાગ કર્યો છે. સ્થિરતા આવી છે. દેશ વિરતિવાળાએ સર્વથા ત્યાગ કર્યો નથી એટલે આંશિક મગ્નતા આવે છે, કેમ કે વિરતાવિરત છે, માટે પાછી અસ્થિરતા આવતાં વાર લાગે નહિ. વિષયોથી વિરક્ત થયેલાને જ્ઞાન અમૃત સમાન છે માટે જ યોગી મહારાજે ગાયું છે કે “અબ હમ અમર ભયે, નહીં મરેંગે, યા કારણ મિથ્યાત્વદીયો તજ, ક્યું કર દેહ ધરેંગે કારણ જે હેય લાગ્યું છે તેનાથી જુદા થઈ જવાનો ભાવ જાગ્યો છે. માટે મિથ્યાત્વ ગયું એટલે હવે દેહ ધારણ કરવાનો નથી. હવે સ્વભાવ દશામાં જવાના ઉપયોગવાળો બન્યો છે. આત્મા જે વખતે શુદ્ધ ઉપયોગમાં હોય છે ત્યારે તે નિર્જરા કરે છે તેથી ત્યારે તેનું ભાવમરણ થતું નથી. જ્ઞાનનું ફળ સમતા છે. “જ્ઞાન કળશ ભરી આતમા, સમતા રસ ભરપૂર શ્રી જિનને નવરાવતાં, મારા કર્મ થાયે ચકચૂર” પરમાત્મા = (પરથી પર થનારા એવા પરમાત્મા). મમતાના પરિણામને આત્મા જેટલો દૂર કરે તેટલી સમતા પ્રગટ થાય છે, અને તેટલા અંશે કર્મોને ચકચૂર કરે છે. મારાપણાનો ભાવ જ આત્માને મારનારો બને છે. હું પરમાત્મા હોવા છતા મારા આનંદને નભોગવું? એ કઈ રીતે બને! જેને જ્ઞાનામૃત રૂપ ભોજનમાં આનંદ આવ્યો છે તેને 32 જાતના જ્ઞાનસાર // 54