________________ થાય-અને હવે જેટલા બાહ્ય સંગોનો ત્યાગ કરે અને તેની સાથે મોહનો ત્યાગ કરે તેટલો આત્મા શુદ્ધ થયો કહેવાય. ખાતા ખાતા પણ નિઃસંગદશા ક્યારે થાય? ખાતો હોય તો પણ ખાવા જેવુ નથી એમ માને, એમાં રસ ન પોષે તો ખાતા ખાતા પણ નિઃસંગ. 0 તમામ ક્રિયા એ પરસંગ છે તો સત્સંગ શું કહેવાય? શુભ ક્રિયા એ યોગરૂપ તેથી તે પણ સંગરૂપ છે. પણ તે ક્રિયાયોગમાં જ્ઞાનનો શુદ્ધ પરિણામપૂર્વક જેટલા અંશે વીતરાગતાના અંશને સ્પર્શે તેટલો આત્મા સત્સંગ–નિસંગપણાને અનુભવે. ભોગ ભોગવતાં આનંદ આવ્યો એટલે આત્મગુણો પર આવરણ આવ્યું. ગુણો ઢંકાયા અને ભોગોથી તૃપ્તિ તો થતી નથી પણ અતૃપ્તિ વધારે થાય છે. પરમાત્માએ એક પણ વસ્તુ ભોગવવા જેવી કહી નથી પણ આપણને એ ભોગવવા જેવી લાગે અને તેથી તેને ભોગવવાની ઈચ્છા થાય છે. એક આજ્ઞાનો ભંગ બીજી આજ્ઞાનો ભંગ કરાવે છે એટલેમિથ્યાત્વ ત્યજવાને બદલે મિથ્યાત્વ ગાઢ બને છે. " મિચ્છુ પરિહરહ - ધરહ સમ્મતિ'નું પાલન થતું નથી. વિષય સંજ્ઞા એ મારી નથી, હું તેનો ભોક્તા નથી, તે આત્મા માટે ઉપાધિ સ્વરૂપ છે અને શરીર એ તો મોટામાં મોટી ઉપાધિ છે. દીઠો સુવિધિ જિહંદ સમાધિ રસ ભર્યો હો લાલ, ભાસ્યો આત્મ સ્વરૂપ - અનાદિનો વિસર્યો હો લાલ.” “સકલ વિભાવ, ઉપાધિ થકી મન ઓસર્યું હો લાલ, સત્તા સાધન માર્ગ ભણી સંચર્યો હો લાલ.” સુવિધિ જિણંદ કેવા છે? સમાધિ રસમાં નિમગ્ન - અત્યંત પ્રસન્ન, શમરસથી ભરેલા છે. તેમને જોઈને જાણે એમ થાય કે આવું જ સ્વરૂપ મારું છે, અનાદિકાળથી કર્મના ઉદયથી પ્રાપ્તદેહાકારને જ મારી પોતાની અવસ્થા માનવાના ભ્રમથી ભ્રમિત થયેલા, મને આપના દર્શનથી મારો ભ્રમ ભાંગી જ્ઞાનસાર // પર