________________ પરમાત્માની પૂજા જિનાજ્ઞા મુજબ વાસ્તવિક ક્યારે બને? જ્યારે ચિત્તની પ્રસન્નતા રૂપ પૂજાનું ફળ આવે, મોહને ઘસારો પહોંચે તો પ્રસન્નતા આવે. તે વિના પરમાત્માની મોંઘામાં મોંઘા સ્વદ્રવ્ય ચડાવીને પૂજા કરીએ તો પણ જે મોહને, દોષોને ઘસારો લાગવો જોઈએ તેમ ન થાય તેમ તે પૂજા વાસ્તવિક પૂજા બનતી નથી. - રમણતાના સ્વભાવવાળો આત્મા ભ્રમણ સ્વભાવવાળો બન્યો છે તે હવે ફરી રમણ સ્વભાવવાળો ક્યારે બની શકે? આત્મા અને શરીર વચ્ચેનું ભેદજ્ઞાન સમજાય, શરીર ઉપાધિ રૂપ લાગે અને શરીર સંબંધી બધી વાતો ઉપાધિ જ લાગે. ત્યારે જ્ઞાનાવરણીયની સાથે દર્શનમોહનીયનો ક્ષયોપશમ થશે અને પછી આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું એ જ કાર્ય આ ભવમાં મારે કરવાનું છે એવી ઢચિ અને પ્રતીતિ થતાં જ તે આત્મામાં મગ્ન થવાનો ભાવ કરશે. પછી પ્રયત્ન થશે. ગાથા -2 યસ્ય જ્ઞાન સુધા સિન્ધી, પરબ્રહ્મણિ મગ્નતાના વિષયાન્તરસંચારસ્તસ્ય, હાલાહલોપમઃ ||રા ગાથાર્થ જ્ઞાનરૂપ સુધાના સિંધુ સમાન પરમાત્મામાં મગ્ન જીવને જ્ઞાનથી અન્ય રૂપાદિવિષયમાં પ્રવૃત્તિ ઝેર જેવી લાગે છે. જે આત્મા જ્ઞાનના અમૃતનાં સિંધુરૂપ પરમાત્મામાં મગ્ન બને છે તેને માટે વિષયોમાં જવું તે ઝેર સમાન લાગે. જેને સર્વજ્ઞ વચનવડે સ્વ પર તત્ત્વનો નિર્ણય થયો નથી તે પરમાં દોડ્યા કરે. ભાવ - હોવાપણું, સ્વભાવ અર્થાત્ પોતાપણું અને વિભાવ પરપણું એટલે આત્મા-સ્વઆત્મા પ્રત્યે વિરક્ત થયો નેપરમાં આસક્ત થયો. પર સાથે શાશ્વત સંબંધ બાંધ્યો કે જે શાશ્વત છે જ નહી. છે. વિભાવ અને સ્વભાવને જાણી આત્મા વિભાવથી વિરક્ત બને અને