________________ કુટુંબ - સ્વજનમાં પણ જેની જોડે જેવો વ્યવહાર તે દૃષ્ટિએ સારાનરસાનો બોધ થાય છે પરંતુ જીવ દ્રવ્ય તરીકે દરેક આત્મા સિદ્ધાત્મા છે તેવો બોધ થતો નથી, કેમ કે તેમાં મોહ ભળેલો છે. આમ આપણી જ્ઞાનદૃષ્ટિ બગડેલી છે. માટે જ સંસાર - દાવાનલ - અગ્નિ સમાન છે. વ્યવહારને તો તમે બરાબર બગાડીને બેઠા છો.આમારા, આપારકા, માટે વિભાવદશા આવીને ઉભી રહી. આ સંસારમાં અસંતોષ રૂપી અગ્નિ સદા પ્રજ્વલિત જ હોય છે. માટે જ આ સંસારમાં શક્તિ અને સંયોગ હોય તો એક ક્ષણ પણ રહેવા જેવું નથી. રહેવું જ પડે તો ઉદાસીન પરિણામમાં રહેવા જેવું છે. મોહ દૂર કરવો હોય તો જે નિમિત્તે મોહ થાય છે તે નિમિત્તથી દૂર ખસી જવું જોઈએ. પરમાત્મા સર્વજ્ઞ છે તેથી તેમનો મોક્ષ માર્ગ પૂર્ણ અને સ્પષ્ટ છે. જૈન શાસન વિશાળ છે એ પ્રેમની નિશાળ છે. અર્થાત્ સર્વજીવ રાશીને પ્રેમ રૂપે સ્વીકારે છે પણ કોઈની ઉપેક્ષા નથી કરતું. ક્ષમા ધર્મ એ જિનશાસનની શાન છે, પ્રભુ વીરે પાથરેલો ઉજાસ છે. આત્મા સુખનું ધામ હોવા છતાં જીવે દુઃખ જ પ્રાપ્ત કર્યા છે. પરમાત્માની આજ્ઞા છે કે "આત્મા સિવાયના એક પણ સંગમાં રહેવા જેવું નથી" સંગની આસક્તિને કારણે આત્માને છેતરીએ છીએ. દેહનો સંગ છે પણ દેહ હું નથી. છતાં જેનો સંગ છે તે હું છું તે માન્યુ એ જ છેતરામણ છે. આજ ભેદજ્ઞાન છે. પાંચ મહાવ્રતોમાં સત્યવ્રત મહાન છે,કારણ કે એના માટે મહા સત્વ ફોરવવું પડે છે. અરૂપી- રૂપીને કદી ગ્રહણ કરી શકવાનો જ નથી. તો કપડાંની જરૂર કેમ પડી? સિદ્ધન બન્યા માટે, કર્મોને કારણે કાયા મળી માટે, કપડાની જરૂર પડી. પરમાત્માની આજ્ઞા આઠ વર્ષે સર્વવિરતિ ગ્રહણ કરી કર્મોની નિર્જરા કરવાની હતી. તે ન કર્યુ માટે જ આ બધી ઉપાધિ આવી. આમ જે પકડવાનું હતું તે ન પકડ્યું અને જેને ન પકડવાનું હતું તેને પકડ્યું. માટે આત્મા દુઃખી થયો. જ્ઞાનસાર || 49