________________ જ્યારે યોગી આત્મા આત્મસ્વરૂપને પામી તેમાં વિશુદ્ધ ભાવથી રમણતાને પામે છે. આત્મા દર્શનમય અને જ્ઞાનમય છે. અને કેવલીઓને પ્રથમ જ્ઞાન ઉપયોગ અને છઘસ્થોને દર્શન ઉપયોગ થાય છે. આવા જ્ઞાનમય આત્મામાં આત્માએ વિશ્રાંતિ કરવાની છે. 0 સર્વજ્ઞકથિત વ્યવહાર નિશ્ચયને પ્રગટ કરવા માટે જ છે. વ્યવહાર એ કર્મકૃત છે.અને તેનિશ્ચયરૂપ આત્માના સ્વરૂપને પ્રગટ કરવા માટે છે. કર્મકૃત વ્યવહારને કાઢવા માટે સર્વજ્ઞ કથિત વ્યવહારને નિશ્ચયથી હેય માનીને તેને ગુણ સ્થાનકને ઉચિત વ્યવહાર ઉપાદેયરૂપે આચરવાનો છે. કર્મકૃત (યોગાદિ) પર એ વ્યવહાર છે. અને તેમાં સ્વસત્તાગત શુધ્ધ સ્વભાવ અને સ્વરૂપનિશ્ચય જોડવો તે મોક્ષ માર્ગ છે. હમણા આંખોથી રૂપ જોવું પડે છે? હા કેમ કે આત્મા કર્મ-વિષમતાથી તેની સાથે જોડાયેલો છે. આ છે વ્યવહાર. સીડી પગથિયા ચડવા માટે છે. ચડી ગયા પછી જેમ સીડીની જરૂર રહેતી નથી. તેવી જ રીતે નિશ્ચયને પામવા વ્યવહાર જરૂરી છે. નિશ્ચય પ્રગટી ગયા પછી વ્યવહારની જરૂર પડતી નથી. જેમ શુક્લધ્યાનમાં ચડી કેવળજ્ઞાનને પ્રગટાવવા માટે શ્રુતજ્ઞાન (શાસ્ત્રજ્ઞાન) તથા મનાદિ યોગોની સહાય જરૂરી છે. કેવળજ્ઞાન રૂપનિશ્ચયજ્ઞાન પ્રગટ થયા પછી શાસ્ત્ર,મનાદિ સાધન રૂપ વ્યવહારની જરૂર નથી. પરકૃત વ્યવહાર (યોગ) - હેય - સ્વકૃત નિશ્ચય - ઉપાદેય - શુધ્ધ ઉપયોગ એ જ નિશ્ચય. વ્યવહાર વખતે વ્યવહારના યોગ સાથે નિશ્ચય આત્મસ્વરૂપનો પણ ઉપયોગ રહે એ જ સ્યાદ્વાદ છે. યોગથી છૂટી અંતે ઉપયોગમાં સ્થિરતા પામવાની છે પણ મોહમાં સ્થિરતા પામવાની નથી કેમ કે તે ભ્રાંતિ સ્વરૂપ છે. 13 મે ગુણસ્થાનકે આત્મા ગુણોથી સ્થિર છે પ્રદેશોથી અસ્થિર છે જ્યારે 14 મે સંપૂર્ણ આત્મવીર્યઆત્મામાં ભળી જવાથી; પરનો સંયોગ સંપૂર્ણ છૂટી જવાથી તે સદા માટે સ્થિર બની જાય છે. જ્ઞાનસાર // 47