________________ (7) એવંભૂત નય ક્ષાયિક ભાવની રત્નત્રયીની અયોગી સાધનામાં મગ્ન થાય તે. પાંચ ઈન્દ્રિયનો જે સમૂહ તેને ઈન્દ્રિયવ્યહ કહેવાય. પ્રત્યાહાર એટલે પાંચે ઈન્દ્રિયોના સમૂહને ઈન્દ્રિયોના વિષયોમાં જતી રોકીને જ્ઞાનાત્મક એવા આત્મ સ્વરૂપમાં આત્માનું જે લયલીન તે મગ્ન. "પ્રત્યાહાર" એ યોગના આઠ અંગોમાંનું એક અંગ છે. યોગના 8 અંગો:(૧) યમઃ અહિંસા, સત્ય, અસ્તેય આદિ (2) નિયમ સ્વાધ્યાય, સંધ્યાપાઠ, નિયમ વગેરે. (3) આસન: પાસનાદિવિવિધ આસનો તેના દ્વારા આત્મામાં સ્થિરતા (4) પ્રાણાયામ શ્વાસને રોકવો - આત્મસ્થિરતા પામવી (5) પ્રત્યાહારઃ પાંચે ઈન્દ્રિયોને તેના વિષયોથી પાછી વાળવી. (6) ધારણાઃ સ્વ-ગુણ અભિમુખ બની સ્વગુણમાં સ્થિરતા માટે પ્રયત્ન કરવાનો અભ્યાસ તે. ધ્યાનઃ સ્વગુણમાં સ્થિરતાને ધ્યાન (8) સમાધિઃ વિષયોનો નિરોધ કરી આત્મદ્રવ્યના સ્વરૂપ ચિંતન સાથે આત્માની એકતા તે સમાધિ છે. ચેતના અને વીર્યની એકતા કરવી અર્થાત્ સંકલ્પ-વિકલ્પન કરવાજ્ઞાન અને ક્રિયા બંને એકરૂપ જ પ્રવર્તાવવા.ચેતનામાં આત્મવીર્યભળે ત્યારે બોધ થાય. સંકલ્પ - વિકલ્પ કરવાનું કાર્ય ચેતના, કર્મ કે વીર્યનું નથી જ્યારે જ્ઞાનમાં મોહભળે છે ત્યારે તે સંકલ્પ-વિકલ્પ કરાવે છે. સારા-નરસા રૂપે) વિષયોનો વિરોધ કરી આત્મવીર્યમાં એકાગ્રતા કરવી પરંતુ મોહને તેમાં ભળવા ન દેવો જીવ પુદ્ગલના સ્વરૂપને પામી તેમાં મોહથી મૂઢ બને છે જ્ઞાનસાર || 46