________________ ગયો અને અનાદિથી વિસરાયેલ મારા આત્મ સ્વરૂપનું ભાન થયું. અને સર્વ પર ઉપાધિથી મારુંમનવિરામ પામ્યું. હવે મારા પોતાના શુધ્ધ સ્વરૂપને પામવા અને કર્મકૃત દેહભાવથી છૂટવા માટે વીર્યશક્તિ ઉલ્લસિત થઈ. ચરમાવર્તમાં આવેલા જીવોનો આત્મબોધ અસ્પષ્ટ હોય છે કેમ કે તેઓ પ્રથમ ચાર દૃષ્ટિમાં રહેલા હોય છે તેમાં આત્મા સંબંધી સ્પષ્ટ સૂક્ષ્મ બોધ હોતો નથી. અર્ધપુદ્ગલપરાવર્તકાળમાં જ્યારે ગ્રંથિ ભેદ થાય ત્યારે આત્મબોધ સ્પષ્ટ અને સૂમ થાય છે. કેમ કે ત્યારે તે પાંચમી સ્થિરાદષ્ટિમાં આવે છે અર્થાત્ જિનશાસનને પામે છે. પર દ્રવ્યનો હું કર્તા-ભોક્તા નથી, તેને ગ્રહણ કરવાનો મારો સ્વભાવ નથી છતાંપરમાં કર્તા-ભોક્તા અને ગ્રાહકતાના સ્વભાવનું કારણ મોહનો ઉદયછે. નામકર્મના ઉદયથી જે જે અવસ્થાઓ મળી - તેને મેં મારી માની લીધી જેમાં હું ખોટો હતો. હું મારા સ્વરૂપથી ભ્રષ્ટ થયેલો હતો અને તેના કારણે દુઃખોની અવસ્થાઓને મેં ભોગવી. અનંતાનુબંધીના ઉદયે પ્રગટેલી તીવ્ર આસક્તિના કારણે પાપનો સ્વીકાર અને પશ્ચાતાપભાવ ન આવે. જ્યાં સુધી ખોટુ પકડાયું હોય ત્યાં સુધી શુદ્ધ ધ્યાન આત્મામાં ન જ આવે. આપણે તે ધ્યાન લાવવા અભ્યાસ કરવાનો છે ચિંતન-મનન કરવાનું છે. રૂપાતીત સ્વભાવ છે, કેવલ દંસણ નાણી રે, તે ધ્યાતા નિજ આત્મા, હોય સિદ્ધ ગુણખાણી રે” જ્યારે આપણા દેહાદિ રૂપમાંથી આપણે છૂટી ગયા હોઈએ ત્યારે રૂપાતીત અવસ્થા આવે પછી તે બળી જાય, દાઝી જાય, કાળો પડી જાય તો પણ તેને દુઃખ ન થાય કેમ કે તે “પર” - ભાવ થી વિખૂટો પડી ગયો છે. અપ્રમત્તભાવનું સાધુપણું હોવા છતાં જો 7 લવ નું આયુષ્ય કે છઠ્ઠનો તપ જેટલું વીર્ય પ્રર્વતાવાનું બાકી રહે, એટલે કે તે પહેલા આયુષ્ય પૂર્ણ થઈ જાય અર્થાત્ મોહ લેશ પણ રહેવાથી વિશ્રાંતિ રૂ૫ 33 સાગરોપમનું આયુષ્ય જ્ઞાનસાર || 53