________________ સ્વભાવમાં અનુરક્ત (મગ્ન) બને. જેમ સંસારમાં સંપત્તિ માટે કરારનામા કરવાના થાય છે તેમ અહીં પણ પ્રભુના માર્ગે અર્થાતુવિરતિ નો કરાર પૂર્વક સ્વીકાર કરવાનો છે. વિરતિની . શરૂઆત મિથ્યાત્વના ત્યાગ અને સભ્યત્ત્વના સ્વીકારથી થાય છે. (મન્ડ જિણાણે આણં) (તેમ પ્રથમ જિનેશ્વર ભગવંતની આજ્ઞા માનો) આ વિરતિ આવ્યા પછી જ..દેશ વિરતિ - સર્વવિરતિ આવશે. (ઋષભદેવ - મહાવીર સ્વામી વ્યવહારથી દેવ, પરંતુ નિશ્ચયથી જે વીતરાગ છે, સર્વજ્ઞ છે અને જિન છે તે જ મારાદેવા માટે તમામ જીવો નિશ્ચયથી દેવ થયા. કેમ કે તેઓ પણ સત્તાએ જિન છે.) ગુરુ નિગ્રંથ છે-નિશ્ચયથી રાગને ષને જીતવા માટે પ્રતિજ્ઞાબદ્ધ થઈને એ રીતે વર્તે છે, તે તમામ ગુરુ. વસ્તુનો સ્વભાવ તે ધર્મ. નિશ્ચય એ જ્ઞાનનો પરિણામ છે એટલે વ્યવહાર નિશ્ચયના ઉપયોગ પૂર્વક જ ચાલવો જોઈએ. જેમ જેમ આત્મા સૂત્ર અને તેના અર્થનું પરાવર્તન કરતો જાય અને અર્થ જ્યારે તત્વરૂપે પરિણામ પામે તેમ તેમ તે આત્મા ગુણોની અનુભૂતિ કરે. 'વિષય લગન કી અગનિ બુઝાવત, તુમ ગુણ અનુભવ રસધારા' ભઈ મગનતા તુમ ગુણ રસ કી, કુણ કંચન કુણ દારા ...' પરમાત્માના ગુણો ગાતાં ગાતાં પરમાત્માના ગુણોની અનુભૂતિ થવા દ્વારા “સ્વ” ના ગુણોની જ અનુભૂતિ અનુભવાય તે જ મગ્નતા છે. પરમાત્માના ગુણોનું માત્ર આલંબન જ લેવાનું છે તેના આલંબને આપણા ગુણો પ્રગટ થશે ત્યારે જ અનુભવ થશે. વિષયો ઝેર જેવા લાગશે ત્યારે શીતલ એવા આ ગુણોની અનુભૂતિ થશે. પોતાના દોષો પ્રત્યે તિરસ્કાર અને પોતાના ગુણો પ્રત્યેઢચિ થાય ત્યારેજ પરમાત્મા પ્રત્યે બહુમાન પ્રગટયું કહેવાય. આત્મા શુદ્ધ શાથી છે? આત્માને પોતાની શુદ્ધ-સિધ્ધ–સર્વસંગથી રહિત એવી નિઃસંગ અવસ્થાની ઢચિ થાય ત્યારથી શુદ્ધ થવાની ભાવના શરૂ