________________ પકવાન-મિષ્ટાનમાં આનંદ ક્યાંથી આવે તે તેને નિરસ લાગે છે. જ્ઞાની તત્ત્વ દૃષ્ટિથી દરેક વસ્તુને દ્રવ્ય-ગુણ-પર્યાયથી જુએ છે. પર વસ્તુ પર કેમ છે? સકલ જગત એઠવાડ - કેમ કે જગતના સર્વ લોકોએ તેને અનંતીવાર ભોગવી છે માટે તે એઠવાડ સ્વરૂપ છે -પર છે. સંસારમાં-પુદ્ગલના વર્ણ, ગંધ, રસ, રૂપને પકડ્યા, તેથી તે પાછા મળ્યાં, કર્મ બંધ થયો - તેનો ઉદય આવ્યો તેના ઉદયમાં પાછી એ જ પુગલને પકડવાની પ્રક્રિયા - આનું નામ જ " પુલનું વિષચક્ર'. અનંતાનંત ભવભ્રમણના આ વિષચક્રમાંથી છૂટવા નવતત્ત્વરૂપ તંત્રમાં સ્થિર થવાનું છે. હેયને હેયમાં અને ઉપાદેયને ઉપાદેયમાં ગોઠવીને આત્માને આત્મામાં સ્થિર કરવાનો છે. છે અને સિદ્ધચક્ર યંત્ર દ્વારા-વિષચક્રને વટાવી(પર થઈ)જલદીથી આત્માના અવ્યાબાધ આનંદની અનુભૂતિ કરવાની છે. ગાથા -3 સ્વભાવ સુખ મગ્નસ્ય, જગત્ તત્ત્વાવલોકિનઃ કર્તુત્વ ના ભાવાના, સાત્વિમવશિષ્યતે III ગાથાર્થ સ્વાભાવિક આનંદમાં મગ્ન બનેલા અને જગતના તત્ત્વને યથાર્થ રૂપે જોનારા યોગીને પર ભાવોનું કર્તાપણું નથી, કિંતુ દેષ્ટાપણું છે. આત્મામાં સુખ જ છે, દુઃખ છે જ નહી. સુખસ્વભાવ રૂપે રહેલુ છે, સહજ છે, ઉત્પન્ન કરવાનું નથી, આપણી એ જ અજ્ઞાનતા છે, કે હું સુખથી ભરેલો છું એનુ ભાન નથી. સર્વજ્ઞ વચન પર વિશ્વાસ અને આપણામાં અર્થીપણું બેભેગા થાય ત્યારે જ આત્મસુખની ખોજ થવાની. વર્તમાનમાં પુરુષાર્થ કરવાનો છે, આવરણને હટાવવાનું છે. અત્યાર સુધી અવળા પુરુષાર્થ કરીને જે આવરણો ઉભા કર્યા છે હવે સવળા પુરુષાર્થ દ્વારા એ અશુભ આવરણોને દૂર કરવાના છે. પુરુષાર્થ વેગવાળો બને તો 7 મા ગુણઠાણાથી 13 મા ગુણઠાણા સુધી અંતર્મુહૂર્તમાં પહોંચી શકે છે. જ્ઞાનસાર // 55