________________ નિજ કર્મને ઘાણે શોધ સુખની છે ને પ્રાપ્તિ દુઃખની છે. કારણ સુખની માન્યતા ખોટી છે. સુખની અનુભૂતિ આત્મ ગુણોમાં છે. આત્મ ગુણ કષાયોથી દબાયેલા છે આથી કષાયોથી આત્માનું સુખદબાયેલુ છે. શુદ્ધ મોક્ષના સુખનો અનુભવ થયો નથી ને પુગલનું સુખછોડી દઈએ તો બન્નેથી વંચિત રહીએ આવી વાત “જે કરે છે એને સર્વજ્ઞના વચન પર વિશ્વાસ નથી એમ નક્કી થાય છે. બીજા બધાના આલંબન લઈને આત્મા આગળ વધે પણ જ્યારે સ્વભાવમાં સ્થિર થાય ત્યારે પોતાના ગુણોનું જ આલંબન છે. સાચો જૈન કોને કહેવાય? “સ્યાવાદ પૂરણ જે જાણે, નય ગર્ભિત જસ વાચા' “દ્રવ્ય - ગુણ - પર્યાયથી જે વસ્તુને જાણે, વો હી જૈન સાચા સ્યાદ્વાદઃ જ્યાં જેટલું સત્ય હોય તેટલું જ સ્વીકારવું અને જે અસત્ય હોય તેને છોડી દેવું એનું નામ જ સ્યાદ્વાદ, યશોવિજયજી મ.સા. એ કહ્યું કે મેં ગ્રંથ રચ્યો નથી. ભાષા વર્ગણાના પુદ્ગલો શબ્દ રૂપે પરિણામ પામી ગયા ને અક્ષર રૂપે કાગળ ઉપર લખાઈ ગયા બાકી મેં કાંઈ કર્યું નથી. “મોહને જીતવાનો ને અભિમાનને ન થવા દેવા માટે આ પાયો છે'. તમામ દ્રવ્યો પોતાના સ્વભાવ પ્રમાણે પરિણામ પામતા હોય છે. આપણે કોઈ દ્રવ્યના પરિણામનાં કર્તા નથી. માત્ર નિમિત્ત જ બનીએ છીએ. જે પ્રમાણે શરીરની વિચારણા સતત ચાલે, એનો ઉપયોગ ઉંધમાં પણ ચાલુ હોય તેમ આત્માનો ઉપયોગ કેટલી વાર ચાલે છે? શરીરના યોગના કારણે “સ્વ” ને ભૂલી ગયો ને પરની લેતી-દેતી ચાલુ થઈ ગઈ. ત્યાં કર્તાપણું આવી ગયું. હું આત્મા છું આ ઉપયોગ નિરંતર જરૂર છે. પાપના કારણ રૂપે જન્મ લેવો એ પાપ ને જન્મ દેવો એ પાપ. આ પાપથી મુક્ત થવા જ્ઞાની ભગવંતોએ 8 વર્ષે ચારિત્રનો માર્ગ બતાવ્યો છે. જે બીજાને જન્મ આપે નહી-એ જન્મ લે નહી. સર્વવિરતિ જીવન જ એવું છે કે જે પોતાના જન્મ-મરણનો અંત લાવી શકે. બાકી કદી પણ સંસારનો અંત જ્ઞાનસાર // 59