________________ રાગ દ્વેષ રહિત એક જ શુદ્ધ દયા પાળે, પ્રથમ અંગે એમ ભાખ્યું, નિજ શક્તિ અજુવાળે” ‘ભાવ એ સ્વભાવને પામવાનું સાધન છે'. મૈત્યાદિ ભાવો પ્રશસ્ત કષાયવાળા છે. છેલ્લે એ બધું જ જશે. માત્ર સ્વભાવ જ કાયમ રહેવાનો છે. (રાગ-સ્નેહ અટવાઈને રહે, જ્યારે પ્રેમ એ સમગ્ર જીવો પ્રત્યે વહેશે, એકમાં અટવાશે નહી. 'સવિ જીવ કરૂં શાસન રસી'ની ભાવનામાં એકપણ જીવને બાકાત ન કર્યો. આ રીતે પરમાત્માએ સમગ્ર જીવો પ્રત્યે પ્રેમ વહાવ્યો છે. તે પ્રેમ - વાત્સલ્ય તેમના શરીરમાં લોહીને બદલે દૂધ રૂપે પરિણમ્યો. માટે જ તેમના શરીરમાં લોહી દુધ જેવું ઉજ્જવળ છે.) * સંસારનું સુખ સુખ નહિ પણ સુખની ભ્રાંતિ છે. સંસારની કોઈ પણ વસ્તુ કાયમ માટે સુખરૂપ લાગશે નહિ. કારણ એ સુખરૂપ છે જ નહિ પણ (મોહને કારણે) એ ભ્રાંતિ થાય છે. પંખો ચાલુ છે ને ઠંડકનો અનુભવ થાય છે, એ સુખરૂપ લાગે છે પણ એ ભ્રાંતિ છે. કારણ અમુક સમય બાદ ઠંડક પણ ગમતી નથી, પરની સહાયથી એ ઠંડક મળી રહે છે. પંખો પર જ્યારે આત્માના સુખ માટે પરની અપેક્ષા નથી. સુખરૂપ લાગવું એ ચારિત્ર-મોહનીયનો પરિણામ છે, અને વસ્તુના સંયોગમાં જે સુખ માન્યું તે મિથ્યાત્વનો ઉદય છે. અજ્ઞાન અને અવિવેકના કારણે જ આત્મા દુઃખી થાય છે. જગતને તત્ત્વ દૃષ્ટિથી જ નિહાળવાનું છે. દષ્ટિ સુધરી જાય તો આચરણ સુધરતા વાર નહીં લાગે. રાગના કારણે આત્મા સ્વ - પરનો વિભાગ કરતો થઈ જાય છે. દરેક જીવમાં પોતાપણું કરવાનું છે. એમ નથી કરતો ને મોહને કારણે મારા તારાપણું કર્યું એટલે જ્ઞાનાવરણીયાદિ જ કર્મના સ્કંધો હતા તે ગ્રહણ કર્યા. આ બધામાં આત્માનું કર્તાપણું ન હતું, તે રાગાદિ ભાવો આત્માએ અજ્ઞાન અને અવિવેકનાં કારણે કર્યા. સર્વ જીવોને સુખી કરવાની ભાવનાવાળા પરમાત્મા પાસે પણ સત્તા જ્ઞાનસાર // 57