________________ આત્મા અત્યારે કેવો છે? જડ એવી કાયામાંવિભાવ અવસ્થાને કારણે પૂરાયેલો છે. જ્ઞાનગુણથી પરિપૂર્ણ એવો આત્મા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય રૂપી કાયાના પિંજરામાં પૂરાઈને રહેલો છે. નામ કર્મના ઉદયે શરીરની તે તે અવસ્થાને પામીને જીવ રહેલો છે. આત્મા પોતાને દેહરૂપ માને છે. ઈન્દ્રિય વડે આત્મા - અરૂપી વસ્તુઓનો બોધ કરતો નથી. રૂપી વસ્તુરૂપ માત્ર પુદ્ગલનો જ એટલે કે પાંચ ઈન્દ્રિયો દ્વારા પુલોના વર્ણન ગંધ-રસ-સ્પર્શ-શબ્દનો બોધ કરે છે. જે અનિત્ય અને નાશવંત છે અને તેમાં સારા - નરસા અર્થાત્ મનોજ્ઞ - અમનોજ્ઞ રૂપ બોધ થાય છે, જે મોહનું - વિકલ્પનું કારણ બને છે. જોય ને જ્ઞાન રૂપે જાણવાથી કર્મબંધ થતો નથી પરંતુ તેમાં મોહનો પરિણામ ભળે તો જ કર્મબંધ થાય છે. ભાવેન્દ્રિય આત્મામાં જ્ઞાન, દર્શનાવરણીય કર્મોના ક્ષયોપશમ થવાથી જે બોધ થાય તે ભાવેન્દ્રિય. ભાવેન્દ્રિય નહોય તો જ્ઞાન ન થાય. જ્ઞાન ચેતનાનો પાવર વધારે ને સાધન જેટલુ પ્રબળ તેટલું જ કાર્ય થાય. 0 અશાંતિ એ શું છે? સુખ દુઃખની માન્યતા દરેક વ્યક્તિના સમય, સંજોગ અને પસંદગી પર રહેવાની છે. ડાયાબિટીસવાળાને મિઠાઈ ન ગમે જ્યારે બીજાને તે બહુ પ્રિય હોય. એકને લાલ રંગ પ્રિય છે તો એકને લીલો રંગ પ્રિય છે, એકને ત્યાં લગ્ન છે તો બધા સુખને અનુભવે, બાજુમાં જ એકને ત્યાં મરણ છે તો દુઃખનો અનુભવ થાય છે. આથી વિકલ્પ એ જ આત્માની અસમાધિ, અશાંતિ અને વિહ્વળતા રૂપ છે. જો જંગલના રાજા સિંહ જોડે આપણી દોસ્તી થઈ હોય તો આપણને કોઈનો ડર રહે ખરો? તેમ સર્વજ્ઞ જોડે જ જેની મૈત્રી થઈ ગઈ છે અને જે તેની દૃષ્ટિ પ્રમાણે જ ચાલે છે તેને કોઈનો ભય રહે ખરો? ના રહે. જ્ઞાનસાર // 48