________________ પશ્ચાતાપની ધારા તીવ્ર બનશે તો ઉદયગત કર્મો તો ખપશે જ, પણ સાથે સાથે સત્તાગત કર્મો પણ નાશ પામતા જશે માટે (1) સાધકે અશુભ નિમિત્તોથી દૂર રહેવું (2) સ્વરૂપનું ચિંતન કરવું અને (3) શુભ અનુષ્ઠાનો વારંવાર કરીને આત્મામાં સંસ્કાર પાડતા જવું કે આ વિષયો મારા નથી, હું એને ભોગવી શકવાનો નથી પણ જો ભોગવવા જઈશ તો હું જ ભોગવાઈ જઈશ. વ્યવહારથી આત્માને કર્મના સંયોગથી બંધ છે - નિશ્ચયથી આત્માને કોઈ પણ બંધ નથી. જો બંધ હોય તો આત્મા કદી મોક્ષ પામી જ ન શકે. આથી સિધ્ધાવસ્થામાં કાર્મણ વર્ગણાદિનો સંયોગ હોવા છતાં આત્માને કાંઈ પણ સંયોગનો બંધ થતો નથી. મિથ્યાત્વઈન્દ્રિયોમાં નથી પણ મનમાં છે. દ્રવ્યથી ચારિત્રનું પાલન શાતા બંધાવશે પણ મનમાં મિથ્યાત્વહશે તો અનુબંધમાં મિથ્યાત્વ જ બંધાશે. કેરીના સ્વાદનું આત્માને જ્ઞાન થાય છે પણ સાથે કષાયના ઉદયથી સુખની ભ્રાંતિ રૂપ મોહનો અનુભવ થાય છે. મોહનો સ્વભાવ પરની ઈચ્છા, પરનો સંયોગ અને તેમાં જ પરિણમન થવુ. અહંકાર અને મમકારના પરિણામને ઉભા કરવા દ્વારા જીવ કર્મનો કર્તા બની જાય છે. પણ હવે જે પરમાં કર્યું તે “સ્વ” માં કરવાનું છે. પોતાના ગુણોના કર્તા-ભોક્તા અને ગ્રાહકતા એ ગુણોમાં કરવાનું છે. આ ગુણો દોષો રૂપે વિભાવમાં કઈ રીતે પરિણમ્યા તે કોણ બતાવશે. સુગુરુ વ્યવહારથી અને સદ્ગનિશ્ચયથી જ બતાવશે “પ્રવચન અંજન જો સગુઢ કરે, દેખે પરમ નિધાન, હૃદય નયણ નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન...” સુગુરુ - પરમાત્માએ કહેલો આચાર પ્રધાન ધર્મ બતાવે, અને તે સદ્ગુરુ આચારપ્રધાન સહિત - આત્માના અનુભવ યુક્ત આચાર બતાવે. “આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્ય - લિંગી રે જ્ઞાનસાર // 44