________________ ડિઝાઈન એ શું છે? આડી-અવળી રેખાઓને માત્ર ગોઠવી છે તેમાં ગમી ન ગમી એવી છાપ મારીને કર્મબાંધ્યા. ઉદા. રંગોળી પૂરી જોઈને આનંદ થયો, ત્યાં તોહવાનો એકઝપાટો આવ્યો - રંગોળી વેરવિખેર થઈ ગઈ. આનંદની જગ્યા શોકે લીધી. પણ તે વખતે વિચારીએ કે આડી અવળી રેખાઓ અને રંગ વિખરાઈ ગયા તેમાં હર્ષ શું? શોક શું? આ પર્યાય હતો. પર્યાય પરિવર્તનશીલ છે. આપણે શેયના જ્ઞાતાને બદલે ભોક્તા બનીયે છીએ માટે કર્મબંધાય છે. શેયના જ્ઞાનમાં વિકલ્પ ન થવા તે સમાધિ છે. જ્ઞાન ગુણનો પર્યાય - એ ઉપયોગ રૂપે થવું તે છે. તે ય પર્યાયરૂપે બદલાતો જાય છે, માટે ઉપયોગ ફરતો જાય છે. કેવલીના જ્ઞાનમાં શાશ્વત પ્રતિમા પણ સ્થિર નથી કારણ આકાર સ્થિર છે પણ પરમાણુઓ તો બદલાયાજ કરે છે. જ્ઞાન સ્વરૂપ એવા મારા આત્મ દ્રવ્યમાં હું વિશ્રામ પામુ ત્યારે જ હું મગ્ન થયેલો કહેવાઉ. રાગદ્વેષના પરિણામે આત્મા શેયમાં ડૂબી ગયો, એટલે પરમાં મગ્ન બની ગયો. જો તે માત્ર શેયનો જ્ઞાતા જ બને અને તેમાં કોઈ વિકલ્પ ન આવે તો આત્મા આનંદમાં મગ્ન બને. જે વસ્તુ - વ્યક્તિ આપણને અનુકૂળ બને એમાં આપણને મગ્નતા આવે છે. એટલે હવે મનને ત્યાંથી ઉઠાડવું પડે. એ માટે અપૂર્વપુરુષાર્થ કરવો પડે. મગ્નતા એટલે માત્ર રાગ-દ્વેષના પરિણામથી અટકી જવું, એટલે મન એની મેળે વિશ્રાંત બની જશે. મનનો ખોરાક જ રાગ-દ્વેષ છે. ખોરાક મળશે તો પુષ્ટ બનશે નહી મળે તો થાકી-હારીને વિશ્રાંતિ પામશે. પ્રશસ્તનો અર્થ એ જ છે કે રાગ ધીમે ધીમે પાતળો પડતો જાય અને ગુણ અને ગુણીનું બહુમાન વધતું જાય. બીજાના ગુણ ન દેખાય તો દૈષ આવે, બીજા બરાબર નથી એવો ભાવ આવ્યો તો ગુણ પ્રત્યે દ્વેષ આવ્યો તેથી તેમના જ્ઞાનસાર || 42