________________ આત્મામાં ગુણ નથી એવો આરોપ થયો - જે ભયંકર પાપ બંધાવશે. મગ્નતા ત્રણ પ્રકારે - (1) મગ્નતાની અભિમુખ-સમ્યક્ દર્શનની હાજરીમાં વસ્તુ સ્વરૂપને જાણે, નિર્ણય કરે અને સ્વીકાર ભાવ આવે. (2) સ્વ પરિણતિમાં સ્થિરતાના પ્રયત્ન અને અભ્યાસરૂપ - દેશ વિરતિ અને સર્વ વિરતિની સાધનામાં સ્થિરતાની વૃધ્ધિ–વિકાસ. (3) પરિપૂર્ણ મગ્નતા –ક્ષપકશ્રેણિમા તીવ્ર ઝડપે સ્થિરતા ભણી પ્રયાણ–૧૨ મે 13 મે ભાવ સ્થિરતા અને 14 સિધ્ધાવસ્થા. દ્રવ્ય પૂર્ણ પણે સ્થિરતા. સમ્યગ્દષ્ટિ આત્માવિષયોમાં, સ્વજનાદિમાં મગ્ન બની જાય તો પણ અંદરથી જાગૃતિ હોવાથી એપરમાં મગ્ન કહેવાતો નથી. જેમ હવાના કારણે સુકા પાંદડા ઉડ્યા કરે તેમ મનવિષયોની શોધમાં પરિભ્રમણ કર્યા કરે છે. કષાયના ઉદયના કારણે સંકલ્પ - વિકલ્પ ચાલ્યા જ કરે છે. ઈષ્ટનો સંયોગ થાઓ અને અનિષ્ટનો વિયોગ થાઓ એમ સંકલ્પ - વિકલ્પની હારમાળા ચાલ્યા જ કરે છે. પ્રતિપક્ષનો વિચાર આવે એ જાગૃતિની શરુઆત કહી છે. એમ કરતા ઘણીવાર આત્માની જીત ઘણીવાર મોહની જીત. આવું થશે ને ધીમે ધીમે આત્મા જ બળવાન થશે અને એની જ જીત થશે. ભેદજ્ઞાન થવું એ આત્માનો સૂર્યોદય છે. શ્રધ્ધા અને રુચિમાં ભેદ છે. દાત. લેવા જેવી તો દીક્ષા જ છે એ શ્રદ્ધા પૂર્વક સ્વીકાર્યું અને વિરોધ પણ નહિ કરો પણ દીક્ષા લેવાનો ભાવ - પરિણામ થવો એ રુચિ છે. મને એ જોઈએ જ, હવે - એના વિના નહી ચાલે એ રુચિનો પરિણામ છે પછી તીવ્ર ઝંખના થશે પછી ચારિત્રના પાલન રૂપ સ્વીકાર અને અનુપાલન આવશે. અંદરમાં ઓઘથી પણ સમ્યગ્દર્શન આવે ત્યારે જ ભાવદીક્ષા -બાકી દ્રવ્ય દીક્ષા જાણવાની છે. જિનાજ્ઞાનું પાલન નહી થાય તો પશ્ચાતાપ એ ખરાબ અનુબંધ નહી પડવાદ કારણ એણે સ્વીકાર્યું છે કે મારો આ સ્વભાવ નથી પણ વિભાવ છે. જ્ઞાનસાર // 43