________________ રજું અષ્ટક * મનતા 0 ગાથા-૧ પ્રત્યાહભેન્દ્રિયવૂહ, સમાધાય મનો નિજમા દધશ્ચિન્માત્ર વિશ્રાન્તિ, મગ્ન ઈત્યભિધીયતે વા. ગાથાર્થઃ ઈન્દ્રિયોના સમૂહને વિષયોથી નિવૃત્ત કરીને પોતાના મનને આત્મ દ્રવ્યમાં એકાગ્ર કરીને ચૈતન્ય સ્વરૂપ આત્મામાં સ્થિરતા કરતો આત્મા “મગ્ન કહેવાય છે. * મગ્નતા કોને કહેવાય? ઈન્દ્રિયોના સમૂહને વિષયોમાં જતા પાછા વાળી - મનનું સમાધાન કરવું અને એને વિશ્રામ પમાડવો ત્યારે મગ્નતા આવે. મન વિષયો અને કષાયો દ્વારા દ્રવ્ય અને ભાવ સંસાર ઉભો કરે છે. જ્ઞાન અને વીર્યનો પરિણામ મનમાં ભળે તો તે શુદ્ધ ભાવ. પણ એમાં - કષાય -લેશ્યા અને મિથ્યાત્વનો પરિણામ ભળે ત્યારે એ વિકલ્પ- અવસ્થા છે. વિચારોની તરંગમાળા એ કષાય પરિણામ છે. જુદા જુદાવિષયોની ઈચ્છા થવી તે મનની અશાંતતા છે. વિકલ્પોન આવવા દેવા તેવા પ્રકારે મનનું સમાધાન કરવું. * સમાધિ ક્યારે થાય? પહેલા આત્માના સ્વરૂપનું જ્ઞાન થાય અને બીજા વિકલ્પો ન થાય ત્યારે સમાધિ થાય. જ્ઞાનસાર || 41