________________ ૪થા ગુણ સ્થાનકે શુધ્ધ આત્મદર્શન થતા તેને પૂર્ણ શુદ્ધ કરવાની ઢચિ પ્રગટતા તેને અનુરૂપ પુઢષાર્થ પમે ગુણ સ્થાનકેથી આરંભ કરી વિકાસ પામતા - અર્થાત્ આત્માનંદ અનુભવતા- ૧૩મા ગુણઠાણે પૂર્ણ આનંદને પ્રાપ્ત કરી લે છે. ચરમાવર્તકાળ પહેલાનો તમામ કાળ આત્મા માટે કૃષ્ણ પક્ષ રૂપે છે. અંધકાર જ છે. 4 થા ગુણઠાણાથી આત્મામાં ઉઘાડની શરુઆત થઈ. આત્મા જ્યારે ચરમાવર્તિમાં આવે છે ત્યારે તેને હાશ થાય છે. સંતોષ થાય છે જેમ જેમ તે આગળ વધે તેમ તેમ આનંદ વધતો જાય છે. ચૈતન્ય અને વીર્યબંનેનો વિકાસ થતો જશે. એટલે આત્મા જ્ઞાન અને ક્રિયા બંનેથી પૂર્ણ થતો જશે. વ્યવહારથી ક્રિયાયોગનું પ્રવર્તન અને નિશ્ચયથી ક્રિયા એટલે આત્મવીર્યનું પ્રવર્તન ગુણો તરફ જશે. જેમ જેમ રાહુનું વિમાન ખસતું જાય તેમ તેમ ચંદ્રની કળા ખીલતી જાય. જેમ જેમ કર્મોનું આવરણ હટતું જાય તેમ તેમ આત્મા ગુણોથી ખીલતો જાય. ચંદ્રથી પણ આત્મા તો અધિક ઠંડો અને નિર્મળ છે. “ચંદે સુનિમ્મલયરા, આઈએસુ અહિયપયાસયરા” -અઢી દ્વિપના સૂર્યો અને અઢીદ્વિીપની બહારના અસંખ્યાતા સૂર્યનો જો પ્રકાશ ભેગો કરવામાં આવે તેનાથી પણ પરમાત્માનો કેવળજ્ઞાનનો પ્રકાશ કંઈ ગણો વધારે છે. બોધ સ્થૂળ અને અસ્પષ્ટ છે ત્યાં સુધી આત્મામાં મોક્ષનો પરિણામ અસ્થિર છે. જ્યારે બોધ સૂક્ષ્મ અને સ્પષ્ટ બને ત્યારે સાધ્ય નિશ્ચિત થઈ જાય છે. તેથી તે આત્મા - ભાવમાં સ્થિર થઈ જાય છે. ચરમાવર્તમાં આવેલાને મોક્ષનું લક્ષ છે પણ સર્વજ્ઞનું શાસન ન મળવાથી તેનો નિર્ણય સ્થિર થઈ શકતો નથી. ચરમાવર્તમાં આવેલાને કર્મ-લઘુતાથી આત્માની સન્મુખતા પ્રગટે છે. તેથી મોક્ષ અભિલાષ પ્રગટે પણ મોક્ષના સ્વરૂપનો પૂર્ણ નિર્ણય સર્વજ્ઞ શાસન ન મળવાના કારણે ન થાય પણ બોધ સ્થળ–અસ્પષ્ટ થાય. તેથી મોક્ષ લક્ષની દ્રઢતા ન થાય પણ તત્ત્વ જિજ્ઞાસા જ્ઞાનસાર // 39