________________ સમ્યગ્દર્શન ગુણ મેળવવાનો અધિકારી બને છે. રાગ-દ્વેષની ગ્રંથિનો ભેદ કર્યા વિના સમ્યગ્દર્શન ગુણ આવી શકતો નથી. સમ્યગ્દર્શન એ મોક્ષનું બીજ છે અને જીવ જ્યારે શુક્લ પાક્ષિક બને પછી જ સમ્યગ્દર્શન ગુણ આવે છે. સૂર્યોદય થાય એ પહેલા એની પ્રભા બહાર આવે છે. એ જ રીતે કેવળજ્ઞાન રૂપી સૂર્યોદય થવાના પહેલા સમ્યગ્દર્શન રૂપી પ્રભા બહાર આવે છે અને આત્માના ગુણોના સૌંદર્યનું દર્શન થાય અર્થાત્ આત્મામાં સત્તાએ કેવળજ્ઞાન રૂપી સૂર્ય પ્રકાશી રહ્યો છે તેવી પ્રતિતિ અને ઢચિ થાય. ચરમાવર્તિમાં જીવ અકામ નિર્જરાથી જ આવે છે. પણ સમ્યગ્દર્શન મેળવવા માટે તો પુરુષાર્થ જ મુખ્ય છે. સમ્યગ્દર્શનની પૂર્વ ભૂમિકા એ માર્ગાનુસારીપણું છે. અર્થાત્ મોક્ષ માર્ગને સન્મુખ બને છે. જ્ઞાનની સાથે જે કષાયોના પરિણામ ભળી રહ્યા છે, એને આપણે પકડી શકતા નથી માટે સુખની ભ્રાંતિ પુગલોમાં થાય છે. જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ અને વીર્યાન્તરાયનો ક્ષયોપશમ અનાદિકાળથી જીવને ચાલુ જ છે, છતાં કેમ જ્ઞાન શોભતું નથી? મિથ્યાત્વનો અને ચારિત્ર-મોહનીયનો ઉદય હોવાથી પ્રગટેલું જ્ઞાન પણ શોભતું નથી અને એ સંસારના હેતુરૂપ જ બને છે. 0 આત્માનો અસંયમ શું? આહાર લેવા જાય કેખાવા બેસે ત્યારે પણ ઈંદ્રિયોનાં વિષયને અનુરૂપ અને કષાયને આધિન બનેલો હોય તો અનુકૂળતા મુજબ લેશે એ અસંયમ છે. ૯પૂર્વનું જ્ઞાન પણ મિથ્યાત્વયુક્ત હોય તો સંસારના હેતુભૂત જ છે. કર્મ-કષાય - કાયા વિનાનું મારું મોક્ષ - સ્વરૂપ છે. કાયાની મમતા મટે તો જ મોક્ષ થાય. કષાય જાય તો કર્મ જાય અને કર્મ પૂર્ણ જાય તો જ કાયા જાય. કાયાને એમને એમ સુકવી નથી નાંખવાની - લાંઘણ નથી કરવાના એને ભાડું વિવેકપૂર્વક આપવાનું. નહિતર જો અસમાધિ થશે તો બધી જ સાધના નિષ્ફળ જશે. આત્માની સ્વરૂપ સાધના જ વખાણવા લાયક છે. જ્ઞાનસાર // 38