________________ જેમ વેલડીવૃક્ષના સહારે ચઢે છે તેમ મોહઅઘાતીના ઉદય પર આત્મા પર ચડે છે. આત્માની 4 અવસ્થા: (1) અક્ષય સ્થિતિ (2) અરૂપીપણું (3) અગુરુલઘુ અને (4) અવ્યાબાધ - આ૪ ને જો આપણે બરાબર પકડી શકીએ તો મોહ આપણા પર ચઢી શકવા સમર્થ નથી. “રૂપાતીત સ્વભાવ જે, કેવલ - દંસણ નાણી રે તે ધ્યાતા નિજ આતમા, હોય સિદ્ધ ગુણખાણી રે” | વિકલ્પ હંમેશા વિભાવ - દશામાં જ હોય, સ્વભાવ દશામાં વિકલ્પ થાય જ નહી. જેમ જેમ વિકલ્પો ઓછા થતા જશે તેમ તેમ શાંતિ થતી જશે. મોટી બિમારી માનસિક બિમારી છે. મિથ્યાત્વ જાય એટલે મન પ્રફુલ્લિત થાય જ. જયવીયરાય' - વીતરાગનો જય થાવ. તમે જય શા માટે બોલો છો? વીતરાગ ખરેખર તમને ગમી ગયા છે? તમારામાં રહેલા રાગભાવને કાઢવાનો જ તમે પુરુષાર્થ કરી રહ્યા છો? પીડાનું મૂળ કારણ જ રાગ છે, દુઃખ જોઈતુ નથી તો રાગને દૂર કરો. ---------- ગાથા - 8 કૃષ્ણ પક્ષે પરિક્ષીણે, શુક્લે ચ સમુદચ્ચતિ, ધોતને સકલાધ્યક્ષાર, પૂર્ણાનંદ વિદ્યોર, કલાઃ IIટા ગાથાર્થ: કૃષ્ણ પક્ષનો ક્ષય અને શુક્લપક્ષનો ઉદય થતાં પૂર્ણાનંદ આત્મારૂપ ચંદ્રની સર્વપ્રત્યક્ષ કલાઓ -ચૈતન્યપર્યાયો પ્રકાશમાન થાય છે. કૃષ્ણ પક્ષમાં ક્ષીણ થતાં ચંદ્રની કલા શુક્લ પક્ષની પૂર્ણિમાની રાત્રિએ પરિપૂર્ણ ખીલી ઉઠે છે. એ રીતે આત્માની અંદર બીજના ચંદ્રમાનો વિકાસ કઈ રીતે થાય? આત્મા જ્યારે અકામ નિર્જરા વડે શરમાવર્ત કાળમાં પ્રવેશ્યા પછી અર્ધપુદ્ગલ પરાવર્તકાળ પસાર કરે પછી જ શુક્લપક્ષરૂપ મોક્ષના બીજ ભૂત જ્ઞાનસાર // 37